પ્રશાંત ભૂષણના ટિ્‌વટ પર ફરી વિવાદ, એટોર્ની જનરલ સુધી પહોંચ્યો કેસ

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલું એક ટિ્‌વટ ફરી સમાચારોમાં આવ્યું છે. આ ટિ્‌વટમાં તેણે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા વિશે ટીપ્પણી કરી છે. હવે આ કેસ એટોર્ની જનરલ સુધી પહોંચ્યો છે. સુપ્રિમકોર્ટના વકીલ સુનિલ સિંહે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલને પત્ર લખ્યો છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે, પ્રશાંત ભૂષણ પર અદાલતની અવમાનનાનો કેસ ચલાવવાની મંજૂરી આપે.

પ્રશાંત ભૂષણ દ્વારા આ ટિ્‌વટ ૨૧ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. જેના ઉપર ઘણા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આ પહેલા પણ સુપ્રિમ કોર્ટ પર ટિપ્પણી કરતા બે ટિ્‌વટ પર પ્રશાંત ભૂષણ પર અદાલતનું અવમાનનાનો કેસ ચાલી ચુક્યો છે. જુના કેસમાં સુપ્રિમ કોર્ટ તરફથી પ્રશાંત ભૂષણ ઉપર એક રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. તેવામાં હવે પ્રશાંત ભૂષણ તરફથી જે ટિ્‌વટ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ કેસ ફરી એટોર્ની જનરલ સુધી પહોંચ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here