પ્રવાસી મજૂરોના મોત મામલે રાહુલ ગાંધીના શાયરાના અંદાજમાં મોદી સરકાર પર પ્રહાર

0
18
Share
Share

‘ઉનકા મરના દેખા જમાને ને, એક મોદી સરકાર હૈ જિસે ખબર ના હુઇ

ન્યુ દિલ્હી,તા.૧૫

સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા દેવામાં આવેલો એક જવાબ સમાચારોમાં આવ્યો છે. લોકડાઉનમાં કેટલાક મજૂરોના મોત થયા આ સવાલ ઉપર સરકારે કહ્યું હતું કે, તેની પાસે આંકડા નથી. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા હતા અને કેટલી નોકરીઓ ગઈ.

રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં શાયરીનો સહારો લીધો અને સરકારને ઘેરી. કોંગ્રેસ નેતાએ લખ્યું કે, તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઈ ? હા મગર દુખ હૈ સરકાર પે અસર ના હુઈ, ઉનકા મરના દેખા જમાનેને, એક મોદી સરકાર હૈ જીસે ખબર ના હુઈ. મોદી સરકાર નથી જાણતી કે લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા અને કેટલી નોકરીઓ ગઈ.

કોરોના વાયરસ સંકટ બાદ જ્યારે દેશમાં લોકડાઉન લાગ્યું હતું ત્યારે પ્રવાસી મજૂરો પ્રભાવિત થયા હતા. લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો રસ્તા ઉપર ઉતર્યા હતા. આ દરમયાન ઘણાના મોતના સમાચાર સામે આવ્યાં હતાં. આ મુદ્દે સોમવારે સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, લોકડાઉન દરમયાન હજારો મજૂરોની મોત થઈ છે. શું સરકારની પાસે અધિકારીક આંકડા છે. તેના ઉપર સરકાર તરફથી જવાબ દેવામાં આવ્યો હતો કે, તેની પાસે એવો કોઈ આંકડો નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here