પ્રવર્તમાન રાજનીતિ પરની રચના

0
32
Share
Share

પ્રવર્તમાન રાજનીતિ પરની રચના

સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

વિરોધીઓ અહીં ટેકેદાર બની જાય છે

ટેકેદાર અહીં ભાગીદાર બની  જાય  છે

શાસક-વિરોધ પક્ષ જેવું  છે  ક્યાં  કશું

સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

દેશ  વેચવાનો  એ  જ  તો  છે   ફાયદો

ભૂખડ   પણ   માલદાર  થઈ  જાય  છે

કોક ખેંચીને  કાઢે  ત્યારે  જ  નીકળે છે

નેતા ખુરસી સાથે  ગુંદર  થઈ  જાય  છે

જે ક્યાંય ના ચાલે તે  અહીં   ચાલે   છે

ફાટેલી ખોટી નોટ ચલણ થઈ  જાય  છે

આ જ હાલત છે  તમામ  પક્ષોની  તેથી

રાજકારણ સાવ બદતર  થઈ  જાય  છે

મની,મસલ પાવરવાળાં બની  શકે  નેતા

મોરલવાળાં ફક્ત કાર્યકર રહી જાય  છે

દસકાંઓ સુધી વફાદારો  બુંગણ પાથરે

પક્ષ પલટું ખુરસીમાં સવાર થઈ જાય છે

જેની સામે લડયાં પક્ષ માટે સતત એનો

પક્ષનાં નેતા તરીકે સ્વીકાર થઈ જાય છે

સારાં આવતાં નથી રાજકારણમાં  તેથી

નરસાંને   મોકળું  ખેતર  થઈ  જાય  છે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.૯૮૨૪૨૨૧૯૯૯)નાં

કાવ્ય સંગ્રહ ’શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here