પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં અનુષ્કા શર્મા હશે

0
25
Share
Share

પ્રેગ્નેન્સી પછી શૂટિંગ ક્યારે શરૂ કરશે એ નક્કી નથી
એક અઠવાડિયા પહેલાં જાહેરાત થઈ હતી કે સૈફ અલી ખાન પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં વિલનનો રોલ કરશે
મુંબઈ,તા.૧૬
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે અનુષ્કા શર્માએ પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાઈન કરી છે. સૈફ અલી ખાન ઉપરાંત અનુષ્કા પણ આ ફિલ્મમાં હશે તેવા રિપોર્ટ્‌સ હતા. જો કે, હવે મળેલી જાણકારી પ્રમાણે આ રિપોર્ટ અફવા માત્ર હતી. અનુષ્કા શર્મા ’આદિપુરુષ’ ફિલ્મમાં જોવા નહીં મળે. આ પ્રોજેક્ટને લગતી કોઈપણ વાત અનુષ્કા સાથે ચર્ચવામાં આવી નથી. સૂત્રોનું માનીએ તો, અનુષ્કા શર્મા પ્રેગ્નેન્સી પછી તરત જ કામ શરૂ કરે તેવા કોઈ અણસાર નથી. પ્રેગ્નેન્સી પછી અનુષ્કા જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ હાથમાં લેશે ત્યારે જાહેરાત કરવામાં આવશે. હાલ અનુષ્કા કોઈ પ્રોજેક્ટ સાથે જોડાયેલી નથી અને કોઈ ફિલ્મ પણ નથી કરી રહી. ’આદિપુરુષ ફિલ્મની શરૂઆતથી લઈને શૂટિંગની તારીખો માટેની કોઈ વાત અનુષ્કા સાથે કરવામાં આવી નથી તેમ સૂત્રએ જણાવ્યું છે. સૂત્રએ આગળ કહ્યું, આદિપુરુષનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે એવું જાણવા મળ્યું છે અને અનુષ્કા આ પ્રોજેક્ટ સાથે જોડાઈ છે તેવી વાતો અફવા સિવાય બીજું કશું જ નથી. પ્રેગ્નેન્સી પછીના પ્રોજેક્ટ માટે અનુષ્કા મજબૂત પ્લાનિંગ કરી રહી છે અને તેના વિશે જાણવા માટે અમે ઉત્સાહિત છીએ. હાલ તો અનુષ્કા પોતાની પહેલી પ્રેગ્નેન્સીના સમયને માણી રહી છે. અમને લાગે છે કે અનુષ્કા આવતા વર્ષે એપ્રિલ મહિનાના અંતે કામ શરૂ કરી શકે છે. જો કે, કામ શરૂ કરતા પહેલા તે પોતાની હેલ્થ અને ફિટનેસ પર પણ ધ્યાન આપશે. જણાવી દઈએ કે, હાલ તો અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે યુએઈમાં છે. અનુષ્કા અને વિરાટે થોડા દિવસ પહેલા જ ગુડ ન્યૂઝ આપ્યા હતા. વિરુષ્કાના ફેન્સ આવનારા બાળક માટે ઉત્સાહિત છે. જાન્યુઆરી ૨૦૨૧માં બાળકનો જન્મ થશે તેવી જાણકારી વિરાટ-અનુષ્કાએ આપી હતી. હાલમાં જ અનુષ્કાએ દરિયાકિનારે ઊભા રહીને બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી હતી. જેના પર વિરાટે કોમેન્ટ કરતાં લખ્યું હતું કે, એક ફ્રેમમાં મારું આખું વિશ્વ. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર ૨૦૧૭માં ઈટાલી ખાતે લગ્ન કર્યા હતા અને હવે લગ્નના ૩ વર્ષ પછી કપલ પેરેન્ટ્‌સ બનવા જઈ રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here