પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ૮૨૭ આવાસો પૂર્ણ

0
20
Share
Share

રાજકોટ, તા.૨૬

રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે છેલ્લા ત્રણ વર્ષોમાં કૂલ ૮૨૭ આવાસો પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૬-’૧૭ અને ૨૦૧૭-’૧૮ના બે વર્ષોનો લક્ષ્યાંક ૯૦૮ આવાસોનો હતો, જે પૈકી ૯૦૭ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, અને ૭૭૦ લાભાર્થીઓના આવાસ બાંધકામની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. જયારે વર્ષ ૨૦૧૯-’૨૦માં ૧૮૧ આવાસોનું લક્ષ્ય નિયત કરાયું હતું, જે પૈકી અત્યાર સુધી ૫૭ આવાસોના બાંધકામની કાર્યવાહી પુરી થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના’’ના દેશભરના જરુરતમંદ લોકો માટે ૯ રાજયોના ૩૦૫ નગરોમાં વર્ષ-૨૦૨૨ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. ૨૦૧૯થી આરંભાયેલા ત્રીજા તબક્કાના પ્રધાનમંત્રી આવાસ યોજના નિર્માણ કાર્યમાં બાકી રહેલા લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલની યાદી જણાવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here