રાજકોટમાં ૧૦ સ્થળે લાઇવ વેકિસનેશન નિહાળી શકાશે
રાજકોટ, તા.૧૩
સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કુલ ૨૮૭ સ્થળોએ કોરોના વેક્સીન લોન્ચ કરશે જેમાં રાજકોટના કુલ ૧૦ સ્થળોએથી લાઈવ વેક્સીનેશન કરવામાં આવશે અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સીન બુથ પરથી માનનીય પ્રધાનમંત્રીશ્રી મેડીકલ સ્ટાફ અને લોકો સાથે સીધો સંવાદ કરશે અન્ય ૯ કોરોના બુથ પરથી લાઈવ વેક્સીનેશન નિહાળશે.
સમગ્ર ગુજરાતમાં કુલ ૨૮૭ સ્થળોએથી લાઈવ વેક્સીન લોન્ચ કરવામાં આવશે રાજકોટ શહેરના જે ૧૦ સ્થળોને કોરોના વેક્સીન લોન્ચ કરવામાં આવનાર છે જેમાં (૧) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, (૨) પદ્મકુંવરબા હોસ્પિટલ, (૩) સ્ટર્લિંગ હોસ્પિટલ, (૪) વોકહાર્ડ હોસ્પિટલ, (૫) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, (૬) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, (૭) રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, (૮) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, (૯) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને (૧૦) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ક્રીન મારફત માનનીય પ્રધાનમંત્રીશ્રી વેક્સીનેશન નિહાળશે અને સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધો સંવાદ કરશે.