પ્રદૂષણ મામલે કેજરીવાલ અને પ્રમોદ સાવંત વચ્ચે ’ટ્‌વીટર વૉર’

0
24
Share
Share

સાવંતનો કેજરીવાલ પર પ્રહારઃ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ ઉદ્ભવવામાં તો તમે નિપુણ છો

ન્યુ દિલ્હી,તા.૧૨

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણના વધતા જતા સ્તરના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત વચ્ચે ટ્‌વીટર વોર છેડાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે ગોવાના એક ડબલ ટ્રેકિંગ પ્રોજેક્ટ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. કેજરીવાલના નિવેદન બાદ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી ગોવાની ચિંતા કરવાનું છોડીને પહેલા દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા પર ધ્યાન આપે.

અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રમોદ સાવંતે બુધવારના રોજ પત્રકારોને કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી પહેલા દિલ્હીની ચિંતા કરે ત્યાં પ્રદૂષણ એક ચિંતાનો વિષય બની ગયો છે. તેમના આ નિવેદન બાદ અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું કે દિલ્હી અને ગોવા તેમના માટે એક સમાન છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ જેથી દિલ્હી અને ગોવામાં કોઈ પ્રકારનું પ્રદૂષણ ન થાય.

કેજરીવાલના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રમોદ સાવંતે જવામાં કહ્યું કે, અમે પૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગોવામાં પ્રદૂષની સમસ્યા ન રહે અને અમારી સરકાર પૂર્ણ પ્રયત્ન કરી રશે કે ગોવા પ્રદૂષણ મુક્ત રહે. મને વિશ્વાસ છે કે દિલ્હીના લોકો પણ પોતાના સુંદર રાજ્યમાં જ રહેવા ઈચ્છતા હશે.

પ્રમોદ સાવંતના આ ટ્‌વીટનો જવાબ આપતા કેજરીવાલે ફરીથી ટ્‌વીટ કરી કહ્યું કે, એ સાંભળીને દુઃખ થયું પ્રમોદ સાવંત જી, કે ગોવાના લોકો ડબલ ટ્રેકિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, મહેરબાની કરીને તેમનો અવાજ સાંભળો…., હું સમજી શકું છું કે કેન્દ્ર સરકાર ગોવા પર આ પ્રોજેક્ટ થોપી રહી છે, મહેરબાની કરીને ગોવાની જનતાની પડખે ઉભા રહો અને કેન્દ્રને આ માટે ના પાડી દો જેથી ગોવાને કોલ હબ બનાવવામાંથી બચાવી શકાય.

કેજરીવાલના આ ટ્‌વીટ બાદ પ્રમોદ સાવંતે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, પ્રિય અરવિંદ કેજરીવાલ જી, રેલવે ટ્રેક ડબલિંગ રાષ્ટ્રીય સ્તર પર થઈ રહ્યું છે અને તેનાથી મોલમને કોઈ ખતરો નથી, અમે એ સુનિશ્ચિત કરીશું કે પરિસ્થિતિ સ્થિર રહે. અમે ગોવાને કોલ હબ નહીં બનવા દઈએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ ઉભો કરવામાં તમારી નિપુણતા જોઈને અમે તમારી સલાહ લેવાનું ટાળીશું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here