પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન રાજકોષીય ખાધ ૬.૬૨ લાખ કરોડ થઈ

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

નવા નાણાકીય વર્ષમાં જૂન, ૨૦૨૦ના અંત સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન દેશની આર્થિક ખાધ વધીને ૬.૬૨ લાખ કરોડ રૂપિયા એટલે કે બજેટના અંદાજોના ૮૩.૨ ટકા થઈ છે. ખાસ કરીને કોવિડ-૧૯ની મહામારીને કારણે લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન કરવેરાની ખૂબ જ નબળી આવક થઈ હોવાથી રાજકોષીય ખાધ આટલી બધી વધી છે.

ગયા વર્ષે આ જ સમયગાળામાં રાજકોષીય ખાધનું પ્રમાણ બજેટના અંદાજોના ૬૧.૪ ટકા હતું.

ફેબ્રુઆરીમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કરેલા બજેટમાં સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-’૨૧ માટેની આર્થિક ખાધ ૭.૯૬ લાખ કરોડ રૂપિયા (અથવા જીડીપીના ૩.૫ ટકા) નિયત કરવામાં આવી હતી.

ક્ધટ્રોલર જનરલ ઑફ અકાઉન્ટ્‌સ (સીજીએ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડૅટા મુજબ જૂનના અંત સુધીના ત્રિમાસિક ગાળા માટેની ચોક્કસ રાજકોષીય ખાધ ૬,૬૨,૩૬૩ કરોડ રૂપિયા રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here