પ્રથમ ટેસ્ટ રમી રહેલા શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલીયા સામે પૂરી કરી ફિફ્ટી

0
15
Share
Share

બ્રિસ્બેન,તા.૧૭

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે ૬ વિકેટના નુકસાન પર ૩૦૪ રન બનાવી લીધા છે. બંને ડેબ્યૂમેન શાર્દુલ ઠાકુર ૬૪ અને વોશિંગ્ટન સુંદર ૫૩ રને રમતમાં છે. શાર્દુલ ઠાકુરે બેટિંગમાં ઉતરતાં બીજા જ બોલે છગ્ગો ફટકારીને ખાતું ખોલાવ્યું હતું. તેની આ સ્ટાઇલથી ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. જે બાદ તેણે ફિફ્ટી પણ છગ્ગો ઠોકીને પૂરી કરી હતી.

એક સમયે ભારતનો સ્કોર ૬ વિકેટના નુકસાન પર ૧૮૬ રન થઈ ગયો હતો અને અહીંયાથી ભારત વધારે લાંબુ નહીં ખેંચે તેમ લાગતું હતું, પરંતુ બંને અહીંથી ઓસ્ટ્રેલિયન બોલર્સને હંફાવ્યા હતા અને ફટકાબાજી શરૂ કરી કરી હતી. જેના કારણે કાંગારુ બોલર્સ અકળાઈ ગયા હતા અને બોડી લાઇન બોલિંગ શરૂ કરી હતી.

જેમાં એક વખત શાર્દુલ ઠાકુરને આંગળી પર બોલ વાગ્યો હતો અને તેણે સારવાર લેવી પડી હતી. શાર્દુલ અને સુંદરે સાતમી વિકેટ માટે ૧૦૦થી વધારે રન ઉમેર્યા છે. જાન્યુઆરી ૨૦૧૯ બાદ ભારતીય બેટ્‌સમેનોએ સાતમી વિકેટ માટે પ્રથમ વખત આટલી મોટી ભાગીદારી કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here