પ્રજાસત્તાક દિન પરેડમાં ટિકિટ કે આમંત્રણ સિવાય પ્રવેશ નહીં મળેઃ દિલ્હી પોલીસ

0
25
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

કોરોના કાળમાં આવી રહેલા પ્રજાસત્તાક દિવસના સમારોહ પહેલા દિલ્હી પોલીસે ખાસ સૂચનાપત્ર જાહેર કર્યુ છે. આ સૂચનાપત્રમાં રાજપથ પર લોકોના પરેડ નિહાળવાની મંજૂરીથી લઇને તમામ મુદ્દાઓ વિશે નિયમાવલી આપવામાં આવી છે. જે મુજબ પરેડ નિહાળવા આવતા દર્શકોને ત્યારે જ મંજૂરી મળશે જ્યારે તેમની પાસે આમત્રંણ પત્ર કે ટિકિટ હશે. આ સિવાય પરેડ કાર્યક્રમમાં ૧૫ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને શામેલ થવાની પરવાનગી નહીં મળે. દિલ્હી પોલીસના સૂચનાપત્ર મુજબ પરેડને લગતી દરેક વ્યવસ્થાનુ કડક પાલન કરવામાં આવશે.

કોરોના જેવી ગંભીર મહામારી દરમિયાન પ્રજાસત્તાક દિવસ સમારોહની ઉજવણી કોરોના સંક્રમણના ફેલાવાના જોખમને વધારી શકે છે. આથી દિલ્હી પ્રશાસન પરેડ સમારોહને લઇને વધુ કડક અને સક્રિય બની હતી. દિલ્હી પોલીસે આ અંગે ટ્‌વીટ પણ કરી સૂચના આપી હતી કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળવા માટે પ્રવેશ આમંત્રણ પત્ર અથવા ટિકિટથી જ મળશે અને આ વ્યવસ્થાનું પાલન કડક રીતે કરાશે, જેમની પાસે આમંત્રણ કે ટિકિટ નથી તેઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ ઘરે જ રહીને ટીવી પર લાઇવ કાર્યક્રમ નિહાળે.

આ સિવાય પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પણ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાજધાનીમાં હાલમાં હજારોની સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ આંદોલનકારી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડના એલાનને લઇને દિલ્હી બોર્ડરને લગતા વિસ્તારોની સુરક્ષા પણ વધારવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here