પ્રકાશ જાવડેકરે કહ્યું, જનતાને ફેસ ન બતાવી શકનારા લોકો ફેસબુક પર લગાવી રહ્યા છે આરોપ

0
23
Share
Share

નવીદિલ્હી તા.૧૮

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ સરકારનો રિપોર્ટ કાર્ડ સત્રમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી દ્વારા ફેસબુક અને વોટ્‌સએપ પર બીજેપી અને આરએસએસનો કન્ટ્રોલ છે તેની પર બોલતાં જાવડેકરે કહ્યું કે, જે લોકો જનતાને ફેસ નહીં દર્શાવી શકતા તેઓ ફેસબુક પર આરોપ લગાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ૨૦૧૯માં જ્યારે કૉંગ્રેસ ફરી સત્તામાં આવવામાં નિષ્ફળ રહી તો પાર્ટીએ ઇવીએમ પર મુદ્દો ઉઠાવ્યો. હવે જ્યારે કૉંગ્રેસની પાસે કંઇ બચ્યું નથી તો પાયાવિહોણા આરોપ લગાવી રહ્યું છે.પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે ક્યારેય મીડિયાને કન્ટ્રોલ નથી કર્યું. કૉંગ્રેસ હતાશ થઇ ગયું છે તેથી કૉંગ્રેસ મનફાવે તેવા આરોપ લગાવી રહ્યું છે. તેઓએ કહ્યું કે, અમે કોઈ મીડિયાને કોઈ આદેશ નથી આપ્યો, કારણ કે આ અમારી કાર્યશૈલી નથી. અમે જનતાના વિશ્વાસના આધારે કાર્ય કરી રહ્યા છીએ. કૉંગ્રેસ ટ્‌વીટ-રિટિ્‌વટ કરીને કામ કરી રહી છે. પરંતુ લોકો ભૂલી ગયા છે કે તેનાથી પાર્ટી નથી ચાલતી. જાવડેકરે વધુમાં કહ્યું કે, અમારા નેતાઓની દૃષ્ટિ સ્પષ્ટ છે કે જે કંઈ પણ કરવું છે દેશ માટે કરવું છે.વૈશ્વિક મહામારી કોરોના વાયરસ પર બોલતા ચૌપાલ કાર્યક્રમમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોરોનાની અસર સમગ્ર દુનિયા પર થઇ છે. આપણા દેશ ઉપર પણ તેની અસર છે. વહેલી તકે કોરોનાની વેક્સીન મળશે. આપણા દેશના વૈજ્ઞાનિક વેક્સીન પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેની સકારાત્મક અસર સામે આવશે. તેઓએ કહ્યું કે કોરોના ખતમ થયા બાદ ઝડપથી અમારો વિકાસ રથ આગળ વધશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here