પોસ્ટરમાં ચીનને ગદ્દાર ગણાવ્યુ,હિંદી-ચીની બાય-બાયના નારા લખેલા

0
15
Share
Share

હિંદુ સેનાએ ચીની દૂતાવાસની બહાર આપત્તિજનક પોસ્ટર લગાવ્યા

ન્યુ દિલ્હી,તા.૨૩

લદ્દાખ બોર્ડર પર તણાવ વચ્ચે દેશમાં ચીન વિરૂદ્ધના પ્રદર્શનો વધુ ઉગ્ર બની રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે કેટલાક લોકોએ દિલ્હી ખાતેના ચીની દૂતાવાસની બહાર અમુક આપત્તિજનક પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર હિંદુ સેનાના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં ચીનને ગદ્દાર ગણાવાયું છે અને ’હિંદી-ચીની બાય બાય’ના નારા લખેલા છે.

હિંદુ સેનાએ ચીન વિરૂદ્ધના આ પોસ્ટર્સ ચીની દૂતાવાસની બહાર તેમના બોર્ડ પર જ લગાવ્યા છે. આ દૂતાવાસ પંચશીલ માર્ગ ખાતે આવેલું છે. ગાલવાન ઘાટી ખાતે ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ બાદ ચીની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્યાર બાદ ત્યાંની સુરક્ષા વધારાઈ દેવાઈ છે.

લદ્દાખની ગાલવાન ઘાટી ખાતે ચીને વાતચીત બાદ સરહદથી પીછેહઠ કરવા મનાઈ કરી દીધી હતી. ત્યાર બાદ સમજાવટ માટે ગયેલા જવાનો સાથે ચીની સૈનિકોએ ઝગડો કર્યો હતો. તે સમયે કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો.

સાંજથી અડધી રાત સુધી ચાલેલી આ લડાઈમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના ૪૩ જવાનો માર્યા ગયા હતા. ત્યાર બાદ દેશભરમાં ચીન વિરૂદ્ધનો ગુસ્સો ઉગ્ર બન્યો છે અને ભારતમાં ચીનના સામાનના બહિષ્કારની માંગ ઉઠી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here