પોલીસ તંત્ર-કલેક્ટર મારા ખિસ્સામાં છે : મધુ શ્રીવાસ્તવ

0
29
Share
Share

ભાજપના હોદ્દેદારોએ સંયમ જાળવવો પડશે અને કાયદાનું સન્માન જાળવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સલાહ

વડોદરા,તા.૧૮

વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદીત નિવેદને હાલ લોકોમાં ચર્ચા ઉપજાવી છે. સયાજીપુરા જિ.પંચાયતના ઉદ્ધાટન વખતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બોલ્યા હતા કે, ’પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે. કોઈની તાકાત નથી કે મારો કોલર પકડે. દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ. આ નિવેદનનો વીડિયો પણ અમારી પાસે છે તે પણ જોઇલો. જોકે, તેમના આવા નિવેદન પર રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના હોદ્દેદારોએ સંયમ જાળવવો પડશે અને કાયદાનું પણ સન્માન જાળવવું પડશે. વાઘોડિયાના ભાજપના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સયાજીપુરા જિલ્લા પંચાયત ભાજપ કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર અને કલેક્ટર વલેકટરને હું મારા ખિસ્સામાં લઈને ફરું છું. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, કોઈની તાકાત નથી કે મારો કોલર પકડી બતાવે. દેશ આઝાદ છે, આપણે પણ આઝાદ છીએ. થોડા જ દિવસો પહેલા પણ મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્રને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. તેમણે ચાલુ કેમેરા સામે જ પત્રકારને ધમકી આપી દીધી હતી આ મામલે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા તે પત્રકારે માંગ કરી છે. ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારે પોલીસ કમિશ્નરને રજુઆત કરી છે. મધુ શ્રીવાસ્તવે ’મારા માણસને કહીને ઠોકાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. પત્રકારની આ ફરિયાદ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વિધાનસભાન અધ્યક્ષ અને રાજ્યના પોલીસ વડા સુધી પહોંચી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here