પોલીસે પેટ્રોલિંગ કરીને ગુનેગારોને તપાસતા જૂનાગઢમાં નશા સાથે કોઇને મતદાન ન કર્યુ

0
24
Share
Share

જુનાગઢ તા. ૨૨

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સાગરકા સહિતના કાફલાને તૈનાત કરી, મતદાન કરવા આવતા લોકોને ચેક કરી, પીધેલા લોકોને પકડવા મતદાનની આગલી રાતથી જ કાર્યવાહી આદરી દેતા અને સાથે સાથે પ્રોહીબિશન બુટલેગરોનું ચેકીંગ હાથ ધરી, મતદાનની આગલી રાતે ૪ ઇસમોને પીધેલા તેમજ ૩ આરોપીઓને દેશી દારુ સાથે પકડી પાડવામાં આવેલ હતા.

ગઈકાલે મતદાન દરમિયાન પણ આ નવતર પ્રયોગ અનુસંધાને કાર્યવાહી ચાલુ રાખતા, વારંવાર પોલીસ મોબાઈલ મતદાન મથક ઉપર ચેકીંગ કરતા હોય, જૂનાગઢ પોલીસના આ નવતર અભિગમના કારણે દારુ પી ને મતદાન કરવા આવતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયેલ હતો અને માત્ર એક જ પીધેલ ઇસમ પકડાયો હતો અને જૂનાગઢ પોલીસની સઘન કાર્યવાહીના કારણે કેફી પીણું પી ને ફરતા લોકોમાં સોપો પડી જતા, કેફી પીણું પી ને મતદાન કરવા કોઈ ફરક્યું જ ન હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here