પોલાર્ડ આઇપીએલમાં ૧૫૦ મેચ રમનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો

0
26
Share
Share

યુએઇ,તા.૨૪

મૂળ વેસ્ટ ઇન્ડિઝના કેઇરોન પોલાર્ડે બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ રમી તે તેની આઇપીએલની કારકિર્દીની ૧૫૦મી મેચ હતી. એક જ ટીમ માટે ૧૫૦ મેચ રમવી તે પણ મોટી સિદ્ધિ લેખાશે. આ ઉપરાંત પોલાર્ડ ૧૫૦ મેચ રમનારો માત્ર બીજો વિદેશી ક્રિકેટર બન્યો છે. અગાઉ સાઉથ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ આઇપીએલમાં ૧૫૪ મેચ રમી ચૂક્યો છે.

આઇપીએલમાં પોલાર્ડે ૨૦૧૦ની ૧૭મી માર્ચે તેની પહેલી મેચ રમી હતી અને દસ વર્ષના ગાળામાં તે એકમાત્ર મુંબઈ માટે જ રમ્યો છે. ડી વિલિયર્સ એક કરતાં વઘારે ટીમ માટે રમ્યો છે. આઇપીએલમાં ૧૫૦થી વધુ મેચ રમ્યા હોય તેવા ૧૪ ક્રિકેટરમાંથી માત્ર પોલાર્ડ અને વિરાટ કોહલી (બેંગલોર માટે ૧૭૮ મેચ) જ એવા ખેલાડી છે જેમણે ક્યારેય ટીમ બદલી નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સનો સુરેશ રૈના ૧૯૩ મેચ સાથે સૌથી વધુ મેચ રમ્યો છે જ્યારે મહેન્દ્રસિંહ ધોની હાલમાં ૧૯૨ મેચ રમ્યો છે. આમ તે તેની આગામી મેચ રમશે ત્યારે રૈનાના રેકોર્ડની બરાબરી કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here