પોલાર્ડે રચ્ચો ઈતિહાસઃ એક જ ટી-૨૦ મેચમાં બે રેકોર્ડ બનાવ્યા

0
33
Share
Share

ન્યુ દિલ્હી,તા.૫
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભલે વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સારુ પ્રદર્શન ન કરી રહી હોય પરંતુ, જ્યારે વાત ટી-૨૦ની ક્રિકેટની આવે તો વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન કીરોન પોલાર્ડે ૪ માર્ચે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં બે-બે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચ રમવાની સાથે પોલાર્ડ ૫૦૦ ટી-૨૦ મેચ રમનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે, આ ઉપરાંત આ મેચમાં તેમણે તેના ૧૦ હજાર રન પણ પૂરા કર્યા.
વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન છે, જેમણે ટી-૨૦ મેચમાં ૧૦ હજાર રન પૂરા કર્યા હતા. ગેલ પછી હવે આ લિસ્ટમાં પોલાર્ડ પણ સામેલ થઈ ગયો છે. પોલાર્ડે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટી-૨૦ મેચમાં ૧૫ બોલમાં ૩ ચોકા અને ૨ સિક્સરની મદદથી ૩૪ રન બનાવ્યા. ૩૪ રન પૂરા થવાની સાથે જ તેમના ૧૦ હજાર રન પૂરા થઈ ગયા.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની શાનદાર જીત થઈ. મેચ પછી ટીમની સાથે પોલાર્ડે કેક કાપીને રેકોર્ડની ઉજવણી કરી. આ મેચમાં પોલાર્ડ તેમના સાથી ખેલાડીઓએ ભેટ કરેલી સ્પેશિયલ જર્સી પહેરીને મેદાન ઉતર્યો હતો. આ જર્સી પર તેમના નામની સાથે ૫૦૦ લખેલું હતું.
જો સૌથી વધુ ટી-૨૦ મેચ રમનારા ખેલાડીઓની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં ટોપ ત્રણ ખેલાડીઓમાં વેસ્ટ ઈન્ડિઝના જ ખેલાડીઓ છે. પ્રથમ નંબર પર પોલાર્ડ, બીજા નંબરે ડ્‌વેન બ્રાવો અને ત્રીજા નંબર પર ક્રિસ ગેલ છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here