પોર્નોગ્રાફીની બોલબાલા હજુ અકબંધ

0
17
Share
Share

મોબાઇલ , લેપટોપ અને અન્ય સોશિયલ મિડિયા પર પોર્ન સાઇટ નિહાળતા અથવા તો ધરાવતા લોકોની સંખ્યા કમ નથી. કેટલાક લોકો તો ટેવ મુજબ દરરોજ પોર્ન સાઇટ નિહાળે છે. કેટલાક લોકોને પોર્નને લઇને વિકૃતિ પણ છે. પોર્ન સાઇટના દુષણને રોકવા માટે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેમાં કોઇ સફળતા મળી રહી નથી. જો કે પહેલા કરતા તેના પર અંકુશ ચોક્કસપણે મુકવામાં સફળતા મળી છે પરંતુ આ દિશામાં હજુ પગલા લેવાની જરૂર છે. બાળકોને  આ દુષણથી કઇ રીતે દુર રાખવામાં આવે તે દિશામાં વધારે નક્કર રીતે આગળ વધવાની જરૂર છે. તમામ ઇન્ટરનેટ ટ્રાફિક પૈકી આશરે ૩૦ ટકા પોનોગ્રાફી ટ્રાફીક છે. જ્યારે સૌથી મોટી પોર્ન સાઇટ ઉપર ૪ અબજથી વધુ પેજ વ્યુહ હોવાનું જાણવા મળ્યું છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૩૦ ટકા ગ્લોબલ વેબ ટ્રાફિક પોર્ન તરીકે છે. પોર્નોગ્રાફીની બોલબાલા અતિ ઝડપથી વિશ્વના દેશોમાં વધી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૩૫૦ મિલિયન લોકો દર મહિને પોર્નોગ્રાફી સાઈટ નિહાળે છે. એક્સ્ટ્રીમ ટેક વેબસાઈટે માહિતી આપતા કહ્યું છે કે જે વેબસાઈટે અતિ ઝડપથી વધી રહી છે તે વેબસાઈટ ગુગલ અને ફેસબુક છે.થોડાક સમય પહેલા જ  બ્રિટનના જાણિતા અખબાર ડેલી મેલે માહિતી આપતા કહ્યું છે કે લાસવેગાસમાં થોડાક દિવસ પહેલા જ એવીએન એડલ્ટ એન્ટરટેનમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા પોર્ન ચાહકો ઉમટી પડ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પોર્ન સાઈટના ચાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યુઝરોની સંખ્યાની માહિતી પણ મેળવવામાં આવી રહી છે. વિશ્વની સૌથી મોટી પોર્ન સાઈટ તરીકે યુ પોર્ન તરીકે ગણવામાં આવે છે. યુ પોર્ન વેબસાઈટ પોર્નના ૧૦૦ ટીબી ધરાવે છે અને ૧૦૦ મિલિયન પેજ વ્યુહ ધરાવે છે. અહિથી ૯૫૦ ટેરાબાઈટ્‌સ દરરોજ ટ્રાન્સફર થાય છે. આ વર્ષની શરૂઆતમાં યુ પોર્ન યુઝરના ૬૪૦૦ પાસવર્ડ અને ઇમેલ હેક કરવામાં આવ્યા હતા. યુ પોર્ન વેબસાઈટ અને અન્ય મહાકાય પોર્ન સાઈટો ઉપર  દરરોજ નવી ચીજો સતત ઉમેરાય છે.ઇન્ટરનેટ મારફતે એક બાજુ તમામ પ્રકારની માહિતી મળવા લાગી ગઈ છે પરંતુ સાથે સાથે તેના મારફતે ઘણી કુટેવ પણ લોકોમાં ફેલાઈ ગઈ છે. યુવા પેઢી ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ પોર્ન સામગ્રીથી ખૂબ જ પ્રભાવિત છે. યુવા પેઢી આના સંકંજામાં આવી ગઈ છે જેથી કુદરતી સેક્સ સંબંધોના બદલે સેક્સના વિકૃત સ્વરૂપને પસંદ કરી રહ્યા છે. આ સંબંધમાં જ્યારે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે બ્રિટનમાં રહેનાર એક ૧૯ વર્ષીય યુવતીએ કહ્યું હતું કે ઇન્ટરનેટ ઉપર ચાલી રહેલી પોર્ન સાઈટોના પ્રભાવ ખૂબ જ ખતરનાક છે. તેના કહેવા મુજબ સેક્સની શરૂઆતથી જ પુરુષોના દિમાંગમાં પોર્ન સાઈટોના દૃશ્ય અથવા તો સીન ઊભરવા લાગી જાય છે.  આ લોકો સેક્સ વીડિયો અંગે વિચારતા થી જાય છે. આ યુવતીએ એમ પણ કહ્યું હતું કે પુરુષોમાં આ પ્રકારની ટેવ હવે મોટાભાગે સામાન્ય બની ગઈ છે. વિકૃત સેક્સને લઈને સર્વેમાં મોટાભાગના લોકોએ પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે આપી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પ્રેમીને સેક્સવેળા નારાજ કરવાની બાબત કોઈપણ ચલાવી લે તેમ નથી. પોર્ન સાઈટોના સીન મોટાભાગે યુવાપેઢીના દિલોદિમાંગ ઉપર છવાયેલા રહે છે. પોર્ન સાઈટોમાં મોટાભાગે ખૂબસુરત અને ફિટનેશ ધરાવતી યુવતીઓ હોય છે જેથી યુવા પેઢી પણ આ યુવતીઓને આ પ્રકારની પુરુષોથી પ્રભાવિત હોય છે. પોર્ન સાઈટોમાં મોટાભાગે કેમેરાની કરામત હોય છે. પરંતુ યુવા પેઢી આ બાબતથી વાકેફ હોતી નથી. જાણકાર લોકોનું કહેવું છે કે પોર્ન સાઈટ મારફતે સેક્સની રમત રમી શકાય છે પરંતુ આનંદની લાગણી લેવી અશક્ય છે. યુરોપમાં ઘણી નાઈટ ક્લબ અને સોશિયલ ફ્રેન્ડશીપ ક્લબમાં ખુલ્લી રીતે ગ્રુપ સેક્સ માટે રજિસ્ટ્રેશન થાય છે. કારણ કે આધુનિક સમયમાં યુવાનો પોર્ન સાઈટોથી પ્રભાવિત થઈને વિકૃત સેક્સ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ભારતમાં પણ પોર્ન સાઇટ નિહાળનાર લોકોની સંખ્યા ઓછી નથી.

પોર્ન વેપાર ૮૦ અબજ પાઉન્ડ

દુનિયાભરમાં પોર્ન કારોબાર કેટલો છે તે અંગે માહિતી મેળવી લેવાની બાબત ખુબ જ મુશ્કેલરૂપ છે. આના માટે માર્કેટ કદને લઇને હમેંશા ચર્ચા રહી છે. જો કે કેટલાક અંદાજ મુકવામાં આવ્યા છે જે મુજબ કારોબાર અબજોમાં પહોંચી ગયો છે. પોર્ન સાઈટોનો બિઝનેસ ૮૦ અબજ પાઉન્ડ સુધી પહોંચી ગયો છે. એક અંદાજ મુજબ ઇન્ટરનેટ પર દરેક ચાર સાઈટમાં એક ક્લીક પોર્ન સાઈટ માટે થાય છે. ઇન્ટરનેટ ઉપર પોર્ન સંબંધિત ૪૨૦ મિલિયન ઇન્ટરનેટ પેજ છે. એટલામાં ઓછું હોય તેમ ઇન્ટરનેટ ઉપર ૪.૨ મિલિયન લાખ પોર્ન સાઈટ છે. ૮ મિલિયન સર્ચ એન્જિન છે. આ આંકડા સાબિત કરે છે કે વર્તમાન પેઢી વિકૃત સેક્સ તરફ આકર્ષિત થઈ છે.લાખો સર્ચ એન્જિન પર લોકો અટવાયેલા રહે છે. કારણ કે તેમની પોર્ન જોવાની ટેવ પડી ચુકી છે. પોર્ન કારોબારને રોકવા માટે દુનિયાના દેશોમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવ છતાં આના કારોબારને રોકવામાં કોઇ સફળતા હાથલાગી નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here