પોરબંદર : વૃઘ્ધાને વિશ્વાસમાં લઈને છ તોલાનાં સોનાનાં દાગીના ઉઠાવી જતા બે શખ્સો

0
23
Share
Share

પોરબંદર, તા.૬

પોરબંદરના ખાખચોકમાં રહેતા ચંદ્રકળાબેન મુળજીભાઈ મામતોરા નામના ૭૪ વર્ષીય વૃઘ્ધાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ એમ.જી.રોડ ઉપર આવેલ વલ્લભાચાર્યજીની હવેલીએ દર્શન કરવા માટે જતા હતા ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા જેમાં એક થોડે દૂર ઉભો હતો અને બીજો વૃઘ્ધાની નજીક આવીને હિન્દી ભાષામાં વાત કરવા લાગ્યો હતો જેમાં માજી હમ આપકો કબ સે બુલા રહે હૈ લેકીન આપ સુન નહીં રહે, અભિ બહુત ચોરીયા હો રહી હૈ ઔર આપ ગેહને પહેન કે નિકલે હે તો આપ ઉસે નિકાલ કે અપને પર્સ મેં રખ દે, તેમ કહેતા ચંદ્રકળાબેને ગળામાં પહેરેલો સોનાનો ૪૫૦૦૦ નો ચેઈન અને હાથમાં પહેરેલી દોઢ લાખની સોનાની ચાર બંગડી ઉતારી હતી અને દરમિયાન અજાણી વ્યક્તિએ ગહેને મુજે દે દો, મે કાગજ મેં રખ કે દેતા હું, તેમ કહેતા આ વૃઘ્ધાએ તેને દાગીના આપતા કાગળમાં અજાણ્યા શખ્સે વીટી લીધા હતા અને એ કાગળને પોતાના ઘરેણા સમજીને વૃઘ્ધાએ પર્સમાં મુકી દીધુ હતુ અને હવેલીએ જવા માટે ચાલી નીકળ્યા હતા અને હવેલીએ જઈને તપાસ કરતા પર્સમાં એ ઘરેણા જોવા મળ્યા ન હતા પરંતુ બે ખોટી બંગડી જોવા મળી હતી આથી તેમણે તાત્કાલીક પરિવારજનોને જાણ કરીને કમલાબાગ પોલીસ મથકમાં આ બનાવ અંગેની એફઆઈઆર નોંધાવી છે. જેમાં બે અજાણ્યા શખ્સોએ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી રૂા.૧ લાખ ૯૫ હજારના દાગીના લઈને નાસી છુટયાનુ જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here