પોરબંદર : રઘુવીર સેવા સમિતિ દ્વારા જરૂરતમંદોને સહાય અર્પણ કરાશે

0
15
Share
Share

ગીરગઢડા તા. ૧ર

શ્રી રઘુવંશી વાત્સલ્ય સેવા સમિતિ પોરબંદર યુનીટ દ્વારા પોરબંદર યુનીટનાં વિવિધ વિસ્તારમાં રહેતા એકલવાયા સિનીયર સીટીઝન્સ/દંપતીઓ-જેઓને સામાજીક, આર્થિક , શારીરિક તકલીફો હોય છે તેમજ માનસીક રીતે પણ ખુબ જ વ્યથિત હોય છે તેઓને દર માસે રુબરુ મુલાકાત લઇ તેમના સુખ-દુખમાં સહભાગી થઇ તેમની જીવન જરુરીયાતની ચીજ-વસ્તુઓ, મેડીકલ સહાય તેમજ જરૂર પડયે હોસ્પીટલાઇઝેશન પણ આપવામાં આવે છે.

વાત્સલ્ય સેવા સમીતી દ્વારા નવેમ્બર-ર૦ર૦ માસમાં દિપોત્સવી પર્વનાં સંદર્ભમાં ભાવનગરી ગાંઠીયા, સેવ-બુંદી, સોનપાપડી, મુખવાસ, સાકર, બીસ્કીટ પેકેટસ, ચા, ખાંડ, નહાવાના સાબુ, હેર ઓઇલ વગેરેની કીટ બનાવી આપવામાં આવેલ.

આ પ્રોજેકટમાં દિપક ઉનડકટ, નીરૂબેન વિઠલાણી-યુકે , પ્રફુલાબેન કોટેચા, જયેશ પતાણી, અમીતાબેન પલાણ, વલ્લભદાસ દાવડા પરીવાર-લીસ્બન તેમજ જ્ઞાતિશ્રેષ્ઠીઓનો સહયોગ રહેલ.

દુર્ગાબેન લાદીવાલા ૯૪૨૬૨૪૪૦૮૧ અથવા મોહનભાઇ લાખાણી ૯૮૨૫૪૦૯૩૪૩ પર સંપર્ક કરવો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here