પોરબંદર : દરિયામાં બે બોટ અથડાતા એક બોટ તૂટીને ગરક

0
17
Share
Share

પોરબંદર તા. ૧ર

પોરબંદરના નવાબંદર નજીક દરીયામા સામ સામે આવેલ બે બોટ અથડાતા એક બોટનો ભુકકો બોલી જતા નેકશાની થવા પામી હતી. બનાવ વેળા બોટમાં રહેલા આઠ જેટલા ખલાસીઓ જીવ બચાવવા દરીયામાં કુદી પડતા અન્ય બોટ ચાલક દ્વારા બચાવ કરાયો હતો.

પ્રાપ્ત વીગતો મુજબ ઉનામાં સૈયદ રાજપરા રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા કિશન વિરા રાઠોડ તેની બોટ લઇ ટંકેલ મુકેશ બારૈયા, ખલાસી વીજય કાળુ સાંખર, ભરત મોહન રાઠોડ, મુકેશ મોહન મકવાણા, અલ્પેશ કનુ સોલંકી, કિશન જોધા વાજા, મુકેશ પરમાર, જીલુભાઇ રાઠોડ સહીત નબીબંદર મરીનથી માછીમારો માટે દરીયામાં ગયા હતા. ત્યારે પાંત્રીસ નોટી માઇલ દુર બ્લુ કલરની ખળાકલરનાં કોડવાળી ફીસીંગબોટ સામેથી આવી અથડાતા કિશનભાઇની બોટને દશ લાખનું નુકશાન થવા પામ્યુ હતુ. બોટ તુટી જતા બોટમાં રહેલા ખલાસીઓ દરીયામાં કુદી પડયા હતા. અને પાસર થઇ રહેલ અન્ય બોટ દ્વારા તમામનો બચાવ થવા પામ્યો હતો. બનાવ અંગે કીશન વીરા રાઠોડે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here