પોરબંદર જીલ્લો કોરોના ટેસ્ટ માટે બન્યો સંપૂર્ણ આત્મનિર્ભર

0
55
Share
Share

પોરબંદર, તા. ૩૦

કોરોના મહામારી શરુ થઇ ત્યારથી પોરબંદર ખાતેથી લેવાતા સ્વોબના ટેસ્ટ સેમ્પલ જામનગર ખાતે મોકલવામાં આવતા હતા અને તેના રીપોટર્ ત્યાંથી આવતા હતા પરંતુ  તાજેતરમાં જ ૩૦ લાખથી વધુના ખર્ચે બે ટનેટ મશીનની ફાળવણી થતાં પોરબંદર જીલ્લો કોરોના ટેસ્ટ માટે આત્મનિર્ભર થયો છે અને ઇમરજન્સીમાં માત્ર બે કલાકમાં જ તેનું પરિણામ રીપોટર્ જાહેર થાય છે.

કોરોના સ્વાબ ટેસ્ટિંગ માટે સરકાર દ્રારા રુા. ૩૦ લાખથી વધુના ખર્ચે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલને બે ટ નેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. બન્ને મશીનનું તાજેતરમાં જિલ્લા કલેકટર દ્રારા ઉદઘાટન કરાયું હતું. કોરોના સેમ્પલ ટેસ્ટીંગ માટે સંપુર્ણ આત્મનિર્ભર બનેલી ભાવસિંહજી હોસ્પિટલે મશીન મુકાયાના પ્રથમ દિવસે જ રપ સેમ્પલોનું ટેસ્ટીંગ કરાયું હતું. આ માટે અલગથી લેબ ઉભી કરવામાં આવી છે.

આ પ્રસંગે કલેકટર ડી.એન. મોદીએ જણાવ્યું કે, સંવેદનશીલ સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. હવે જિલ્લામાંથી લેવામાં આવતા કોરોનાના સ્વાબ ટેસ્ટીંગ માટેના સેમ્પલ જામનગરના માઇક્રો બાયોલોજી વિભાગ ખાતે મોકલવામાં નહીં આવે. આ ટેસ્ટીંગ હવે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વમાં હોસ્પિટલોને વધુને વધુ સક્ષમ બનાવી રહી છે. મોટાભાગની તમામ કામગીરી સ્થાનિક કક્ષાએથી જ થઇ શકે તે માટે હોસ્પિટલોને અત્યાધુનિક બનાવીને જુદા-જુદા મશીનોની ફાળવણી કરવાની સાથે રાતોરાત આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં ગુજરાત સરકારે પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે ત્યારે પોરબંદર જિલ્લાને ફાળવવામાં આવેલ કોવિડ-૧૯ ટેસ્ટીંગ માટેના ર ટ નેટ મશીન દ્વારા દરરોજ સેમ્પલનું ટેસ્ટીંગ કરીને એ જદિવસે સાંજે રીઝલ્ટ આપવામાં આવશે.

આ સંદર્ભે માઇક્રો બાયોલોજીસ્ટ ડો. પુજા કામરીયાએ કહ્યું કે, કોવિડ-૧૯ અંતર્ગત સ્વામી (આરટી-પીસીઆર) ટેસ્ટીંગ માટે કાર્યરત ટ નેટ મશીન દોઢ કલાકમાં બે સેમ્પલ ટેસ્ટ કરી શકશે. ઇમરજન્સીમાં ર કલાકમાં જ સેમ્પલ ટેસ્ટ કરીને રીઝલ્ટ આપવામાં આવશે.  ટનેટ મશીન દ્રારા જે ટેસ્ટ જામનગર ખાતે થતા હતા એ જ ટેસ્ટ હવે પોરબંદર ખાતે કરાશે. ડો. પુજા એ વિશેષ જણાવ્ું કે, આ કામગીરી માટે એક અલગથી લેબ ઉભુ કરાયુ છે. જેમાં માઇક્રોબાયોલોજીસ્ટ ઉપરાંત ચાર લેબ ટેકનિશીયન ફરજ બજાવી રહ્યા છે. અત્યારે વિશ્વમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે પોરબંદર જીલ્લો કોરોના મુકત રહે તે માટે સરકાર ગંભીરતાથી કામ કરે છે. જો કોઇ કેસ પોઝીટીવ આવ ેતો તે દદર્ી વહેલીતકે સંપુર્ણ સ્વસ્થ થઇ જાય તે માટે અમે ડોકટર્સ સહિત હોસ્પિટલનો તમામ સ્ટાફ કોરોના વોરીયર્સ બનીને પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ પડેપગે રહીને દદર્ીને કોરોના મુકત કરવાની મહત્વની કામગીરી કરીએ છીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here