પોરબંદરમાં સિમેન્ટ ફેક્ટરીના ટ્રકની ચોરી કરનાર આરોપી ઝડપાયો

0
27
Share
Share

પોરબંદર,તા.૨૧

જિલ્લાના રાણાવાવમાં આવેલી સિમેન્ટ ફેક્ટરી પાસે પાર્ક કરેલા ટ્રકની ૬ દિવસ પહેલા ચોરી થઈ હતી. જેની ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની રાણાવાવ બાયપાસ પીપળિયા પાટિયા પાસેથી ટ્રક સાથે જ ધરપકડ કરી હતી. આરોપી લાખણસી નાગાજણભાઈ ઓડેદરા પોરબંદરનો જ રહેવાસી હોવાનું જણાયું હતું.

આ રીતે ઝડપાયો ટ્રકનો ચોરઃપોરબંદરમાં પીઆઈ કે. આઈ. જાડેજા તથા પીએસઆઈ એચ. સી. ગોહિલ તથા એસઓજીને બાતમી મળી હતી કે, ચોર લાખણસી ઓડેદરા રાણાવાવ બાયપાસ પાસે આવેલા પીપળિયા પાટિયા પાસે આવવાનો છે. આથી પોલીસે વોચ ગોઠવી આરોપી અને ટ્રક બંનેને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછમાં ટ્રક ચોરીની હોવાનું જણાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here