પોરબંદરમાં બાઇકમાં વિદેશીદારુની હેરાફેરી કરતો કુતિયાણાનો યુવાન ઝબ્બે

0
11
Share
Share

પોરબંદર,તા.૨૯
પોરબંદરમાં બાઇકમાં વિદેશીદારુની હેરાફેરી કરતો કુતિયાણાનો યુવાન ઝબ્બે થયો છે કુતિયાણાના માંજાપરા વિસ્તારમાં આવેલ હનુમાન મંદિર પાસે રહેતો હાજા માલદેભાઇ ઓડેદરા નામનો યુવાન પોરબંદરના ગાયત્રી હાઇટસ પાસેના સર્વિસ રોડ ઉપરથી બાઇક લઇને નિકળ્યો ત્યારે પોલીસે તલાસી લેતા તેની પાસેથી વિદેશીદારુની ૯ બોટલ ભરેલો રેકજીનનો થેલો મળી આવ્યો હતો
આથી પોલીસે ર૦ હજારના બાઇક અને દારુ તથા મોબાઇલ સહિત ર૮૪૭પ નો માલ કબ્જે કર્યેા હતો અને તેની પુછપરછ કરતા આ દારુ તેને બોટાદના રમજાન સંધી નામના યુવાને પુરો પાડયાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ગલુડીયાની ક્રુરતા પુર્વક હત્યા
એકબાજુ પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભૂખ્યા શ્વાનને ભોજન આપવાનો સેવાયજ્ઞ યોજાય છે તો બીજીબાજુ અમુક શખ્સોને શ્વાન આંખમાં કણાની માફક ખુંચતા હોય તેમ હેરાન કરે છે ત્યારે ઝુંડાળા વિસ્તારમાં એક શખ્સે લાકડીવડે બેફામ માર મારીને ઘાતકી હત કરી નાખ્યાનો વિડીયો વાયરલ થતાં આક્રોશ જોવા મળ્યો છે અને પોલીસ ફરિયાદની તજવીજ ’’ગૃપ ફોર બર્ડ એન્ડ એનિમલ’’ના જીવદયા પ્રેમીઓએ હાથ ધરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here