પોરબંદર,તા.૨૯
અમદાવાદના વસ્ત્રાલ પાસે ગુજરાતની એનસીબી ટીમે એક ટ્રકને રોક્યો હતો. જેની તપાસ કરતા ટ્રકમાં કાશ્મીરથી સફરજનની આડમાં લવાતો લાખો રૂપિયાનો ચરસ ઝડપાયો હતો. એનસીબીની ટીમે ૩૫ થી ૪૦ લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે પાંચ યુવકોને ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપીઓ પૈકી ત્રણ યુવકો કાશ્મીરના અને બે ગુજરાતના હતા. જેમાં એક યુવાન પોરબંદરનો હોવાનું બહાર આવ્યું છે. એનસીબીની ટીમે ટ્રકમાંથી ચરસના ૨૩ પેકેટ જપ્ત કર્યાં હતા. પકડાયેલા યુવકોમાં જમ્મુ-કાશ્મીરના રહેવાસી ૨૬ વર્ષીય મુઈન અલ અસરફ, ૨૮ વર્ષીય રાજા રમીઝ ખાન અને ૨૩ વર્ષીય મોહમદ ઈરફાન ચોપન તરીકે ઓળખ થઈ હતી. જ્યારે ગુજરાતના યુવકોની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી ૨૮ વર્ષીય મકબૂલ યુસુફભાઈ મહિડા અને પોરબંદરનો રહેવાસી ૨૭ વર્ષીય અવેશ ખાન હસીમ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.
યુવકો પાસેથી ૨.૫૮ લાખ રોકડા મળ્યા હતા. અને ૨૩.૭૦૦ ગ્રામ કાશ્મીરી ચરસ મળ્યું હતું. પોરબંદરનો યુવાન અમદાવાદ ખાતે ચરસ સાથે ઝડપાતા તાજેતરમાં દ્ગઝ્રમ્ની ટીમ પણ પોરબંદર આવી હોવાનું અને અવેશના પરિવારજનોની પુછપરછ કરી હતી. આ મામલે સ્થાનિક પોલીસ પાસે કોઈ માહિતી નથી. પોરબંદરના અન્ય કોઈ શખ્સો પણ આ મામલે સંડોવાયેલા છે કે, નહી તે અંગે અવેશની પુછપરછ દરમ્યાન જાણ થાય તેવી શક્યતા છે. અવેશના પિતા અગાઉ શહેરના જાણીતા હાડવૈદ હતા.
તેઓના અવસાન બાદ તેઓનો મોટો પુત્ર એટલે કે અવેશનો ભાઈ આ વ્યવસાય સંભાળે છે. અવેશ ના પરિવારજનો એ એવું જણાવ્યું હતું કે, તેમનો પુત્ર અગાઉ મચ્છી નો ધંધો કરતો હતો અને તે પહેલા મોબાઈલનો પણ વ્યવસાય કરતો હતો, આવા કૃત્ય સાથે સંકળાયેલ હોવા અંગે તેઓને કોઈ જાણકારી ન હતી અને અવારનવાર તે પોતાના મચ્છીના ધંધા અર્થે બહાર જતો હોવાનું તેના પરિવારને જણાવતો હતો. અવેશ પરિણીત હોવાનું અને તેણે સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે.