પોરબંદરના સાંસદ રમેશ ધડુક થયા કોરોના સંક્રમિત

0
23
Share
Share

પોરબંદર,તા.૧૭

બીજેપીના પોરબંદરના સાંસદ રમેશ ધડુક કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગે રમેશ ધડુકે પોતે ફેસબુક પર પોસ્ટ મૂકી જાણકારી આપી હતી. ગઇકાલે એટલે કે રવિવારે તેમનો પુત્ર કોરોના પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી હતી. સોમવારે હવે સાંસદ પોતે અને તેમના પુત્રવધૂ પણ કોરોના પોઝિટિવ હોવાના ન્યૂઝ સામે આવ્યા છે. હાલ ત્રણેયની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. સાંસદ રમેશ ધડુક હોમ આઇસોલેટ થયા છે. સાંસદ રમેશ ધડુકના ઘરે ૧૨મીના રોજ જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ સરકારી ગાઇડલાઇન પ્રમાણે મોટા ઉત્સવો કરવાની મનાઈ છતાં સાંસદના બંગલે આવું આયોજન થયું હતું. જે બાદમાં રમેશ ધડુકનો પુત્ર નૈમિશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બીજા દિવસે એટલે કે આજે સાંસદ રમેશ ધડુક અને તેમના પુત્રવધૂ એટલે કે નૈમિષના પત્ની મોના ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જન્માષ્ટમીના દિવસે સાંસદના બંગલે આયોજીત કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવમાં કલાકાર ગીતાબેન રબારી સહિતના કલાકારો હાજર રહ્યા હતા. આ અંગેની તસવીરો પણ સામે આવી છે. હવે કાર્યક્રમમાં હાજર ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાજર રહેલા અન્ય લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સાંસદ રમેશ ધડુકે ફેસબુક પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો સ્વેચ્છાએ ક્વૉરન્ટીન થઈ જાય.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here