પોરબંદરઃ વૃદ્ધાનાં ગળામાંથી એક લાખનાં ચેનની ચીલઝડપ કરી જતી બેલડી

0
22
Share
Share

પોરબંદર, તા.૧૨

પોરબંદરના કેડીયા પ્લોટમાં વિપ્ર વૃદ્ધના ગળામાંથી ત્રણ તોલા સોનાના ચેઈન કીમત રૂ.૧ લાખનો બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સો ચિલઝડપ કરી નાશી છુટવાની ફરિયાદ નોંધાઈ છે બનાવ અંગે પી.એસ.આઈ અબ્દુલ ચોવટે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પોરબંદરના છાપાના સ્વામીનારાયણ ગુરૂકુળ પાસે રહેતા મધુબેન પ્રવિણ મોઢા (ઉ.વ.૬૪) એ કલમબાગ પોલીસ સ્ટેશનમાં બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સો વિરૂદ્ધ સોનાના ચેઈન ચિલઝડપ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે પોલીસ આઈ.પી.સી. ૩૭૯એ (૩) ૧૧૪ મુજબ ગુનો વધુ તપાસ હાથ ધરી છે. વિપ્ર વૃદ્ધા ગત તા.૪ના રોજ ઘરેથી કડીયા પ્લોટ ૦૭માં રહેતી ઉષાબેનના ઘરે ચાલીને જતા હતા ત્યારે બાઈકમાં પાછળથી આવેલી બે તસ્કરોએ વિપ્ર વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈન ત્રણ તોલા રૂ.૧ લાખ લઈ નાશી છુટયા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here