પોરબંદરઃ બેવડી હત્યાનાં ગુન્હામાં પેરોલ બાદ ફરાર આરોપીએ સાગ્રીસ સાથે આચર્યાઃ ૧૧ થી વધુ ચોરી-ચીલઝડપનાં ગુન્હા

0
14
Share
Share

પોરબંદર, તા.૧૪

જુનાગઢ રેન્જ ઇ/ચા નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસીંગ તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં બનતા ચીલઝડપના ગુનાઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના કરવામાં આવતા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. કે.આઇ. જાડેજા તથા પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહિલ દ્વારા એસ.ઓ.જી. તથા પેરોલ/ફર્લો સ્કોડના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આવા અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અન્વયે એસ.ઓ.જી.ના ડ્રાઇવર પો.કોન્સ. ગીરીશભાઇ વાજા તથા પો.હેડ કોન્સ. કિશનભાઇ ગોરાણીયા તથા સમીરભાઇ જુણેજાને બાતમીરાહે હકીકત મળેલ, કે જામનગર ખાતે સને-ર૦૧રમાં વર્ષમાં ડબલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા થયેલ આરોપી રસીક માધુભાઇ પરમાર રહે. જામનગર વાળો પેરોલ રજા ઉપરથી આવ્યા પછી ફરાર થઇ ગયેલ હોય તે તથા તેનો સાગ્રીત પોરબંદર શહેરમાં ચોરીના દાગીના વહેંચવા હોન્ડા સાઇન મોટર સાયકલ લઇને નીકળેલ છે. જેથી આ ઇસમોને શોધી કાઢવા એસ.ઓ.જી. તથા પેરોલ/ફર્લો સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં નીકળી પોરબંદર છાંયા ચોકી રોડ ગોઢાણીયા કોલેજ નજીક રોડ ઉપર બે ઇસમો હોન્ડા સાઇન મોટર સાયકલ ઉપર નીકળતા તેઓને રોકી પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા બે પંચોને બોલાવી પંચો રૂબરૂ બંનેના નામઠામ પુછતા યોગેશ રામશંકરભાઇ આરંભડીયા ઉ.વ. ૩૭ ધંધો કર્મકાંડનો રહે. મુળ-ભાટીયા સથવારા પાડો તા. જામ કલ્યાણપુર જિ. દેવભુમિ દ્વારકા હાલ રહે. ખોડીયાર કોલોની છાંયા ખડા વિસ્તાર દયાબેન વિજયભાઇ બરીદુનના મકાનમાં ભાડેથી પોરબંદર અને રસીક માધુભાઇ પરમાર ઉ.વ. ૩૩ ધંધો કલરકામ રહે. વુલનમીલ ખેતીવાડી પાસે મહાકાળી મંદિરની બાજુમાં રાવળવાસ જામનગરવાળાઓને કોઇપણ જાતના આધાર-બીલ વગરના સોનાના દાગીના સાથે રોકી લેવામાં આવેલ અને તેની પાસેથી સોનાના હાર, માળા સહિત કાનસરની જોડી, એકટીવા અને હોન્ડા મળી બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બન્ને શખ્સોએ છાંયાચોકી પેટ્રોલપંપ નજીક ગ્લોબલ હોસ્પિટલ પાસે એક મહીલાના ગળામાંથી અઠવાડિયા પહેલા સોનાની માળાની ચીલઝડપ કરી હતી તે ઉપરાંત સાડા ત્રણ વર્ષ પહેલા છાંયા એસેસી ગ્રાઉન્ડ રોડ પર બંધ મકાનમાંથી રોકડ, ૭પ૦૦૦ તથા દાગીનાની ચોરી કરી હતી. છાંયાની મહાકાળી સોસાયટીમાં બંધ મકાનમાંથી પણ ૩૮ હજારની રોકડ સહિત દાગીના ચોર્યા હતા. છાંયા સાંઢીયાવાડમાં બંધ મકાનમાંથી ૬૦૦૦ની રોકડ સહિત મોટીમાત્રામાં સોનાના દાગીનાની ચોરી કરી હતી. તો મોકર ગામે સાડા ત્રણ વર્ષ પૂર્વે  વરરાજાની કપડાની જોડી સહિત દાગીના ચોર્યા હતા. તેવી જ રીતે એ જ ગામે પરચુરણ સહિત ૪૦૦૦ રૂપિયાની રોકડ, સોનાના પાટલા અને કપડા પણ ચોર્યા હતા. આદિત્યાણા મામાદેવના મંદિર નજીક મકાનના તાળા તોડી ૩૦૦૦ની રોકડ ચોરી પણ શિવરાત્રીની રાત્રે કરી હતી. ઘરફોડીના પાંચ ગુન્હા, ઘરફોડી ચોરીની કોશીષના બે ગુન્હા, ચીલઝડપના ૩ ગુન્હા, ચીલઝડપ કોશીષનો એક ગુન્હો સહિત ૧૧ અનડિટેકટ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here