પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ-ઘર સાથે ૨૫ જગ્યા પર આઈટીના દરોડા

0
13
Share
Share

અમદાવાદ,તા.૮

અમદાવાદ શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડર ફરી એકવખત ચર્ચાઓમાં આવ્યા છે. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના ત્યાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગે આજે એક સાથે ૨૫ જગ્યાએ દરોડા પાડ્યા છે. શહેરના વિવાદાસ્પદ પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડા પડતા અન્ય બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પોપ્યૂલર બિલ્ડર ગ્રૂપમાં આઈટીની રેડ પડતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારમાં જ આઈટી વિભાગે અમદાવાદમાં ૨૫ જગ્યાએ રેડ પાડી છે. શહેરના વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યૂલર ગ્રૂપની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન ચાલું છે. આ સિવાય દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના નિવાસ સ્થાને પણ આઈટીએ આજે રેડ પાડીને સપાટો બોલાવ્યો હતો. છેલ્લે મળતી માહિતી પ્રમાણે સવારે ૮ વાગ્યાથી આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિવાદમાં પોપ્યૂલર ગ્રુપ આવ્યું હતું.

અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન આજે ચલાવવામાં આવ્યું છે, જેમાં અનેક બિલ્ડરો ઝપેટમાં આવ્યા છે. આજે આઈટી વિભાગના ઓપરેશનમાં આશરે બે ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે. દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું હતું. અમદાવાદમાં મોટા બિલ્ડર તરીકે પોપ્યુલર ગ્રુપનું નામ છે. સવારે આઠ વાગ્યાથી પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને રહેઠાણ ઉપર તપાસ ચાલું છે જેના કારણે નાના મોટા બિલ્ડરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here