પોપટલાલે ગોકુલધામ સોસાયટી છોડવાનો નિર્ણય કરી લીધો

0
19
Share
Share

પત્રકાર પોપટલાલ પર મોટી મુસીબત આવી

ગોકુલધામવાસીઓ પોપટલાલને ખૂબ જ શોધી રહ્યા છે

મુંબઈ,તા.૧૩

સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલ અનલોકના એપિસોડ આવી રહ્યા છે. કોરોના કાળમાં લોકડાઉન ખુલ્યા પછી સૌ કોઈ બીજા દિવસથી પોતપોતાના નોકરી-ધંધાએ જવા માટે ઉત્સાહિત છે. આગલા દિવસે નક્કી કર્યા મુજબ સોઢીની જીપમાં બેસીને પોપટલાલ અને જેઠાલાલ પોતાના કામે જવાના હતા. પરંતુ બીજા દિવસે સવારે પોપટલાલનો પત્તો ના લાગતા ગોકુલધામવાસીઓ ચિંતામાં આવી જાય છે. મહામહેનતે પોપટલાલ મળે તો છે પરંતુ તેનો દેખાવ અને હાવભાવ સોસાયટીના લોકોને ચિંતામાં મૂકી દે છે. જો કે, આ વાત પોપટલાલના લગ્ન સાથે જોડાયેલી નથી, તેના જીવનમાં આનાથી પણ વધુ મોટી મુશ્કેલી આવી પડી છે. ભગ્નહૃદયે પોપટલાલ ગોકુલધામવાસીઓને જણાવે છે કે તેની નોકરી છૂટી ગઈ છે અને હવે તે ’તૂફાન એક્સપ્રેસ’નો ’વરિષ્ઠ યુવા પત્રકાર’ રહ્યો નથી. આ સાંભળીને ગોકુલધામવાસીઓ થોડા હતાશ થાય છે તેમ છતાં પોપટલાલને સાંત્વના આપે છે. તેઓ સમજે છે કે નોકરી ગુમાવવાના લીધે પોપટલાલ ખૂબ દુઃખી છે. પત્રકારની નોકરી પોપટલાલ માટે માત્ર સામાન્ય નોકરી નહોતી. મોટાભાગે ખુશમિજાજ રહેતા પોપટલાલનું દિલ નોકરી જવાથી તૂટી ગયું હતું. આ વિષાદના કારણે અસ્વસ્થ થયેલી માનસિક સ્થિતિમાં પોપટલાલ બધું જ છોડીને ક્યાંય બીજે જઈને જિંદગી વિતાવવાનો નિર્ણય કરે છે. સદ્‌નસીબે પોપટલાલ પાસે ગોકુલધામવાસીઓનો સથવારો છે. તેઓ સમજે છે કે નોકરી ગુમાવવાથી પોપટલાલ પર શું વિતી રહ્યું છે અને તેના માટે આ કેટલું મોટું નુકસાન છે. તેઓ આ મુશ્કેલ ઘડીમાં પોપટલાલને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ગર્વની વાત હતી. નોકરી છૂટવાથી ગોકુલધામ સોસાયટી છોડીને જવાની વાત કરતાં પોપટલાલને સમજાવવામાં ચંપકચાચાથી માંડીને ટપ્પુ સેના અને અબ્દુલ સુધીના તમામ લોકો જોડાઈ ગયા છે. પોપટલાલને ફરીથી હિંમત આપવા ગોકુલધામના લોકો શું કરશે? શું નોકરી જવાના દુઃખમાં પોપટલાલ ખરેખર ગોકુલધામ સોસાયટી છોડીને જતો રહેશે? કે પછી હતાશાના કારણે લીધેલો આ નિર્ણય મગજ શાંત થતાં પોપટલાલના મગજમાંથી નીકળી જશે? આ બધા સવાલોના જવાબ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડમાં મળી રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here