અમદાવાદ,તા.૧૯
વર્ષ ૨૦૧૪માં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છેતરપિંડીની ફરિયાદમાં જામીન મેળવવા માટે પોન્ઝી સ્કેમસ્ટર ઝહીર રાણા દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. અગાઉ કોર્ટે આરોપીના વચગાળાના જામીન મંજુર કર્યા હતા. અગાઉ ગુનામાં ચાર્જશીટ દાખલ થતા પહેલાં રાણા દ્વારા દાખલ કરાયેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે જામીન ફગાવતા નોંધ્યું હતું કે આરોપી સામે છેતરપીંડીના ગુનાનો ઇતિહાસ ધરાવે છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં હજી તપાસ બાકી હોવાથી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. જેથી કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.
થોડાક મહિના પોલીસ દ્વારા ઝહીર રાણાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઝહીર રાણા સામે ૨૦૧૪માં પાલડીના ઉદ્યોગપતિ દ્વારા ૨૪ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પાલડીના ઉદ્યોગપતિ ભીમસિંહ પરમાર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી કે રાણાએ નરોલ વિસ્તારમાં ત્રણ મકાન આપવાના બહાને તેની સાથે ૨૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરમારે આક્ષેપ કર્યો હતો કે ઝહીર રાણાએ નવેમ્બર ૨૦૧૧માં કહ્યું હતું કે ૧ વર્ષ સુધીમાં તેને મકાનનો કબજો મળી જશે. જ્યારબાદ પોન્ઝી સ્કેમમાં પણ ઝહીર રાણાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદની મેટ્રો કોર્ટ દ્વારા ઝહીર રાણા સામે બિન જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યો હતો.