પોતાની ભાણીને ડેટ કરી રહ્યાં પ્રભુદેવા..? અટકળોએ પકડ્યું જોર

0
20
Share
Share

મુંબઈ,તા.૧૩
એક ગ્રુપ ડાન્સર તરીકે પોતાનું કરિયર શરૂ કરનારા પ્રભુદેવા આજે માત્ર સાઉથની ફિલ્મોમાં જ નહી પણ બોલિવૂડની ફિલ્મોમાં પણ ડાન્સ આપે છે તેણે ફિલ્મો પણ ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે. પ્રભુ દેવા વર્ષ ૨૦૧૧માં પોતાની ઓફિશીયલ પત્ની રામલતાથી અલગ થઇ ગયો હતો.
હવે એવી ખબર આવી રહી છે કે પ્રભુદેવા એક વાર ફરી વખત પ્રેમમાં છે અને તે જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યો છે. સુત્રો અનુસાર તે પોતાની ભાણીને ડેટ કરી રહ્યાં છે અને તેઓ જલ્દી લગ્ન પણ કરવાના છે. આ ખબરો પર પ્રભુદેવાએ ઓફિશીયલ કોઇ જ અનાઉન્સમેન્ટ નથી કર્યુ, કે ના તેમની ટીમમાંથી પણ કોઇ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.
મહત્વનું છે કે પ્રભુદેવા વિવાદ બાદ પોતાની પત્નીથી અલગ થઇ ગયા હતા. તેમનું નામ સાઉથ એક્ટ્રેસ નયનતારા સાથે પણ જોડવામાં આવ્યું હતું. જ્યારે તે નયનતારાને ડેટ કરી રહ્યાં હતા ત્યારે પ્રભુદેવા પરણીત હતો અને તેને ત્રણ દિકરા પણ હતા. બાદમાં તે નયનતારાથી પણ અલગ થઇ ગયો હતો. જોકે હાલમાં જે રીતે તેની જ ભાણી સાથે પ્રભુદેવાનાં રિલેશન હોવાની તા છે તે વાતની કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here