પોતાના પ્રેમી સાથે ભાગેલી સગીરાનો કેસ અમરેલી ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

0
16
Share
Share

અમરેલી,તા.૧૮

અમરેલી જિલ્લાના ધારી તાલુકાની એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે. આ કેસનો ભેદ અમરેલી ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો છે. જોકે કેસનો ભેદ ઉકેલાતા લોકો દંગ રહી ગયા છે. પ્રેમ પ્રકરણમાં સગીરાઓ પોતાના ઘર પરિવારની પરવાહ કર્યા વગર પ્રેમી સાથે ભાગી જાય છે અને વિચારે છે કે તેઓ પોતાના પરિવારથી દૂર ખુશ રહેશે. પરંતુ આવા કેટલાક કિસ્સામાં સગીરાઓની સ્થિતિ એટલી હદ સુધી ખરાબ થાય છે કે

તેમણે ક્યારેય સપને પણ વિચાર્યું ન હોય. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં બન્યો છે. જ્યાં વર્ષ ૨૦૧૬માં પોચાના પ્રેમી સાથે ભાગેલી સગીરાનો નરકંકાલ મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારીની લાપતા સગીરાનો ભેદ ઉકેલાયો છે. અમરેલી ક્રાઈમ બ્રાન્ચે આ ભેદ ચાર વર્ષ બાદ ઉકેલી નાંખ્યો છે.

અમરેલી ક્રાઈમ બ્રાન્ચ અનુસાર ચાર વર્ષ પહેલા જે સગીરા ગુમ થઈ હતી તેની હત્યા કરી દેવામાં આવી છે. અને તેના મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. આ મામલે ૨૦૧૬માં સગીરાને ભગાડી લઇ જનારા પ્રેમી વિમલે જ પોચાના મિત્રોની મદદ લઇ હત્યા કરી હતી અને લાશને જમીનમાં દાટી દીધી હતી. ૨૦૧૬માં સગીરાને પ્રેમી વિમલ ભગાડી ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here