જમ્મુ કાશ્મીર અને લડાખ ને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેસ બનાવી દેવામાં આવ્યા બાદ પાકિસ્તાનની મુશ્કેલી અને તકલીફ વધી રહી છે. વૈશ્વિક મંચ પર ભારતને જે રીતે સફળતા મળી રહી છે તેના કારણે આત્મવિશ્વાસમાં સતત વધારો થઇ રહ્યો છે. પાકિસ્તાન કબ્જા હેઠળ કાશ્મીર પોક) એક દિવસ ભારતના હિસ્સા તરીકે રહેશે તે બાબત વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા એમ જ કરવામાં આવી નથી. આમાં વિદેશ પ્રધાનના આત્મવિશ્વાસના દર્શન થાય છે. વર્ષ ૨૦૧૫માં જ વિદેશ મંત્રાલય દ્વારા નીતિ બનાવવામાં આવી હતી. જેમાં ગિલગિટ અને બાલટિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના વિદેશમાં રહેતા લોકોનો સંપર્ક કરીને તેમને સંગઠિત કરવાની બાબત સામેલ હતી. આની સાથે સાથે ત્યાંના લોકોને વીઝા આપીને ભારતમાં તેમની વાત રજૂ કરવાની બાબત પણ સામેલ કરવામાં આવી હતી. એ વખતે કદાચ એ નીતિ પર ઝડપથી કામ થયુ ન હતુ. પરંતુ હવે લાગે છે કે ભારત તેના પર આગળ વધે છે. હાલના દિવસોમાં જે પ્રકારના નિવેદન સરકારી પ્રધાનો તરફથી આવી રહ્યા છે તે નવી આશા જગાવે છે. પાકિસ્તાન કબજા હેઠળ જે કાશ્મીર છે તે ભારતના એક હિસ્સા તરીકે છે અને એક દિવસ આ હિસ્સો ભારતમાં રહેશે તેમ વિદેશ પ્રધાનનુ નિવેદન એમ જ આવ્યુ નથી. તેની પાછળ યોગ્ય યોજના કામ કરી રહી છે. વિદેશ પ્રધાનનુ નિવેદન એ નિવેદન છે જેની ચર્ચા થતી રહી છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને ભારતના હિસ્સા તરીકે બનાવી દેવા માટે શુ કરવામાં આવનાર છે તે અંંગે જયશંકર દ્વારા હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. તેના પર કોઇ કામ ચાલી રહ્યુ છે કે કેમ અથવા તો કરવામાં આવનાર છે કે કેમ તે અંગે હાલમાં નિવેદન કરવામાં આવ્યુ નથી. એસ જયશંકર રાજ્દ્ધારી અધિકારી તરીકે રહ્યા છે. જે એક એક શબ્દ ખુબ માપીને બોલે છે. આ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ કહી ચુક્યા છે કે પાકિસ્તાન સાથે જો કોઇ વાતચીત થશે તો માત્ર પોકના મુદ્દા પર થનાર છે. સંરક્ષણ પ્રધાને તો એવો પ્રશ્ન પણ કરી લીધો હતો કે કાશ્મીર પાકિસ્તાનનુ ક્યારે હતુ જેના કારણે તે રડતુ રહે છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સંસદમાં કહી ચુક્યા છે કે જ્યારે અમે જમ્મુ કાશ્મીર બોલીએ છીએ ત્યારે તેમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. પાંચમી ઓગષ્ટ બાદથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનથી લઇને ત્યાંના બીજા પ્રધાનો વિપક્ષી નેતાઓ અને સેના પ્રમુખ અનેક વખત દલીલ કરી ચુક્યા છે કે ભારત પોકને લઇને હુમલો કરી શકે છે. પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવા કહી ચુક્યા છે કે અમે છેલ્લી શ્વાસ સુધી લડનાર છીએ. મોડેથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ કહી ચુક્યા છે કે ભારતથી અમે જીતી શકવાની સ્થિતીમાં નથી પરંતુ અમારી પાસે પરમાણુ હથિયારો છે. ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના મામલે ભારત સામે વારંવાર યુદ્ધની વાત કરીને પાકિસ્તાન દબાણ લાવવા માટે પ્રયાસ કરે છેે પરંતુ તેને હવે કોઇ અસર થઇ રહી નથી. પરમાણુ યુદ્ધને રોકવા માટે વિશ્વના દેશો દબાણ લાવે તેવી વાત પાકિસ્તાન દ્વારા જાણી જોઇને કરવામાં આવી રહી છે. જો કે તેમાં તેને કોઇ સફળતા મળી રહી નથી. આનુ મુખ્ય કારણ ભારતની જોરદાર રાજદ્ધારી નિતી રહી છે. પાકિસ્તાનની વિશ્વ સમુદાય સમક્ષ પ્રતિષ્ઠા ખરડાઇ ગઇ છે. ભારતની છાપ વિશ્વના દેશોમાં એક મજબુત અને શક્તિશાળી દેશ તરીકે ઉભરી ચુકી છે. ભારત તરફથી કોઇ પ્રધાને ક્યારેય હુમલાની વાત કરી નથી. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પરત લેવા માટે સંસદના પ્રસ્તાવને આ દિશામાં ધ્યાનમાં લઇ શકાય ચે. પરંતુ ખરેખર કેટલાક લોકો માની રહ્યા છે કે અંદર ખાને ચોક્કસપણે એવી તૈયારી અને ચર્ચા જારી છે જેના આધાર પર જયશકર જેવી કુશળ વ્યક્તિ આવા નિવેદન કરી રહી છે. તેમના નિવેદનને લઇને એવા તારણ પર પહોંચી શકાય છે કે દુનિયાના મોટા ભાગના દેશોને અમે પોતાના પક્ષમાં કરી ચુક્યા છીએ.
જમ્મુ કાશ્મીરમાં પણ સ્થિતીને સામાન્ય કરવા માટે હાલમાં પગલા લેવામાં આવ્યા છે.કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હવે રાજ્યના તમામ લોકોને એ અધિકાર મળી ગયા છે જે દેશના અન્ય નાગરિકોના છે.
સમગ્ર પોકમાં અસંતોષ છે
જીનેવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની બેઠકમાં ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાનના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવી રહ્યા છે. લોકો પાકિસ્તાન સામે ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. બલુચિસ્તાની સિંઘી અને પખ્તુનના લોકોની પ્રભાવી હાજરી સંકેત આપે છે કે ભારતે વિદેશમાં રહેતા આ લોકો સાથે સંપર્ક વધારે મજબુત કર્યો છે. હાલમાં સમયમાં ગિલગિટ, બાલ્ટિસ્તાન, તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ તમામ ફેરફારો માટે કેટલાક અર્થ તો રહેલા છે. આ તમામ બાબતો પોતાની રીતે થઇ રહી નથી. ૧૩મી સપ્ટેમ્બરના દિવસે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન મુજફરાબાદ ખાતે પહોંચ્યા ત્યારે તેમની સભામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઇમરાન ખાન કાશ્મીર એકતા મનાવવા માટે પહોંચ્યા હતા. કેટલાક નારા લોકોએ લગાવ્યા હતા. જેમાં એક નારા ગો નિયાજી ગોના નારા પણ હતા. પરંતુ બાંગ્લાદેશમાં જનરલ નિયાજીની કારમી હાર બાદ તેઓ નિયાજી લગાવતા નથી. પાકિસ્તાન કબજા હેઠળના સંપૂર્ણ પોકમાં ભારે અસંતોષનુ મોઝુ ફરી વળ્યુ છે. સેનાની હાજરી છતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગિલગિટ અને બાલ્ટિસ્તાન પાકિસ્તાનના બંધારણના હિસ્સા તરીકે નથી. અમને આ અંગે માહિતી નથી કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને લઇને કેવી નીતિ બનાવાઇ છે કે કેમ પરંતુ વિદેશ મંત્રી અને સંરંક્ષણ પ્રધાનના નિવેદનના ખાસ અર્થ રહેલા છે. આમાં કોઇ બે મત નથી.