પેરોલ જમ્પ કરીને ભાગેલો કુખ્યાત આરોપી પરેશ રબારી સવા વર્ષે પિસ્ટલ સાથે ઝડપાયો

0
18
Share
Share

સુરેન્દ્રનગર,તા.૧

હત્યા કેસમાં પેરોલ જમ્પ કરીને ભાગેલો કુખ્યાત આરોપી સવા વર્ષે ફિલ્મી સ્ટાઇલે ઝડપાયો છે. સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વૉડે સરા ગામ ખાતેથી આરોપીને ઝડપી લીધો છે. ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી, ધ્રાંગધ્રા તાલુકા અને લખતર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ૯ ગુના નોંધાયા છે. આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ  પણ મળી આવી છે.

વર્ષ ૨૦૧૯થી ખૂન કેસમાં પેરોલ જમ્પ કરીને ભાગેલા ધ્રાંગધ્રાના કુખ્યાત ઈસમ પરેશ રબારીની પિસ્ટલ સાથે પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં સુરેન્દ્રનગર એલસીબીએ ખાનગી બાતમીદારો, ટેક્નિકલ સૂત્રો અને આશ્રય સ્થાનો બાબતે ચોક્કસ માહિતી મેળવીને કુખ્યાત મનાતા પરેશ રબારીને મુળી તાલુકાના સરા ગામે હળવદ બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો છે. ઝડપાયેલ ઈસમ સરા ગામે હળવદ બસ સ્ટેન્ડ ખાતે રહેતા સોહીલ કાસમભાઈ દિવાનના મકાનમાં છૂપાયો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે તથા પેરોલ ફર્લો સ્ક્વૉડની અલગ-અલગ ટીમોએ પોલીસ બળ સાથે આજુબાજુના એરિયાને કોર્ડન કરી ઇસમ પરેશ અમીરભાઈ કલોતરા રબારી (રે. ધ્રાંગધ્રા નરશીપરા)ને ઝડપી લીધો છે.

ઝડપાયેલ ઈસમની અંગ જડતી લેતાં તેના કબજામાંથી એક દેશી હાથ બનાવટની લોખંડની પિસ્ટલ કિંમત ૨૫,૦૦૦ રૂપિયા, નંબર પ્લેટ વગરનું બજાજ સીટી હન્ડ્રેડ બાઈક કિંમત ૧૫,૦૦૦ રૂપિયા મળી આવ્યા છે. ઇસમની પૂછપરછમાં હથિયાર પિસ્ટલ મધ્યપ્રદેશના સોડવા તાલુકાના છાપરીયા ગામે રહેતા વીરેન્દ્ર ઉર્ફે વેદતો ભાયાભાઈ લોહિયા આદિવાસી પાસેથી એકાદ વર્ષ પહેલા વેચાતું લીધું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here