પેરિસમાં પયંગબરનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું વાઢ્યું

0
14
Share
Share

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે આતંકવાદી હુમલો ગણાવ્યો

પેરિસ,તા.૧૭

ફ્રાંસમાં પયંગબર મોહમંદનું કાર્ટૂન બાળકને બતાવતાં નારાજ એક વ્યક્તિએ ટીચરને મોતનો ઘાટ ઉતારી દીધો. આ પહેલાં અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી શિક્ષકનું ગળું કાપી નાખ્યું. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાવર યુવકનું મોત થયું છે.

સ્થાનિક મીડિયાના અનુસાર રાજધાની પેરિસની એક સ્કૂલના ટીચર સૈમુઅલએ બાળકોને અભિવ્યક્તિની આઝાદી વિશે ભણાવતાં પૈગંબર મોહમંદનું કાર્ટૂન બતાવ્યું હતું. જેથી હુમલાવર નારાજ હતો. તે ચાકૂ લઇને પહોંચ્યો અને અલ્લાહ હૂ અકબરના નારા લગાવતાં ટીચરનું ગળું કાપી દીધું. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ, પરંતુ હુમલાવરએ સરેન્ડર કરવાના બદલે પોલીસને ડરાવવાનો  પ્રયત્ન કર્યો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસની ગોળીથી તેનું મોત નિપજ્યું છે.

પોલીસે હુમલાવરની ઓળખ ઉજાગર કરી નથી, પરંતુ એટલું જણાવ્યું છે કે તે ૧૮ વર્ષીય સંદિગ્ધ ઇસ્લામિક આતંકવાદી હતો અને મોસ્કોમાં પેદા થયો હતો. પોલીસનું મનાવું છે કે આરોપી બાળક પણ તે સ્કૂલમાં જ ભણતો હતો. આ ઘટના પેરિસથી ૨૫ મીલ દૂર કોનફ્લેંસ-સૈંટ-ઓનોરાઇનમાં સ્કૂલની નજીક શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ થઇ. પોલીસે એક કિશોર સહિત અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ એમૅન્યુએલ મૅક્રોએ આ ઘટનાને ’ઇસ્લામિક આતંકી હુમલો’ ગણાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here