પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રુ.૪૦૦૦ની લાંચ લેતો તોલમાપ ખાતાનો ઇન્સ્પેકટર ઝડપાયો

0
17
Share
Share

ગૌરાંગ જાંબુકિયા વાર્ષિક ચકાસણી પ્રમાણપત્ર આપવાના એક નોઝલ દીઠ રૂ.૧૦૦૦ની લાંચ લેતો હતો

રાજકોટ, તા.૧૧

લાંચિયા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ સતત એસીબીના રડારમાં હોય છે. એ.સી.બી.એ અનેક સફળ ટ્રેપો કરી આવા ભ્રષ્ટ લોકોને દબોચી લીધા છે ત્યારે અમરેલી તાલુકાના લાલાવદર નજીક પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રુ.૪૦૦૦ની લાંચ લેતો તોલમાપ ખાતાનો ઇન્સ્પેકટર ઝડપાયો છે.

આ અંગે અમરેલી એસીબી તરફથી મળતી વિગત મુજબ, એસીબીને એક જાગૃત નાગરિકે અરજી કમ ફરિયાદ કરી હતી કે, અમરેલી ની કાનૂની વિજ્ઞાન નિરીક્ષકની કચેરી વિભાગ-૨માં ફરજ બજાવતા વર્ગ ૩ના જુનિયર તોલમાપ નિરિક્ષક અને બોટાદના તુરખારોડ પર રહેતા ગૌરાંગ પ્રેમજી જાંબુકિયા (ઉ.૩૦) નામના કર્મચારી પેટ્રોલ પંપમાં લિટરના માપ મુજબ વેચાણ બરાબર છે કે કેમ ?

જેની વાર્ષિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવાના કાયદેસર થતી ફી ઉપરાંત એક નોઝલ દીઠ રુ.૧૦૦૦ લાંચ પેટે લઈ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અરજી મળતા જ અમરેલી એસીબીના પીઆઈ આર.એન.દવે તથા એસીબી ટીમે એસીબી જૂનાગઢ એકમના મદદનીશ નિયામક બી.એલ.દેસાઈના સુપર વિઝન અધિકારી હેઠળ લાંચ લેતા કર્મચારીને ઝડપી લેવા છટકું ગોઠવ્યુ હતું અને તે મુજબ અમરેલી-લિલિયા રોડ પર લાલાવદર ગામ પાસે આવેલા નાગનાથ પેટ્રોલ પંપ પર  ગૌરાંગ જાંબુકિયા લાંચની રકમ લેવા પહોંચ્યા હતા.

અહીં પેટ્રોલ પંપ પર ચાર નોઝલ હોવાથી ગૌરાંગ જાંબુકિયાએ પેટ્રોલ પંપના સંચાલક પાસેથી એક નોઝલ દીઠ રુ.૧૦૦૦ એમ ૪ નોઝલના રુપિયા ૪૦૦૦ ની લાંચની રકમ લીધી હતી.ત્યારે જ ત્યાં વોચમાં ગોઠવાયેલા એસીબીના સ્ટાફે લાંચિયા ઇન્સ્પેકટરને રંગે હાથ ઝડપી લીધો હતો અને લાંચની રકમ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here