પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ રાહુલ ગાંધીએ કેમ્પેઈન શરૂ કર્યું

0
10
Share
Share

ચાલો #SpeakUpAgainstFuelHike અભિયાનમાં જોડાઈએ

સરકારે સામાન્ય જનતાને પોતાના હાલ પર છોડી દીધી છેઃ રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૨૯

દેશમાં કોરોના વાયરસથી સામાન્ય માણસ પરેશાન છે અને ઉપરથી લોકડાઉનમાં ધંધો બંધ થઈ ગયો છે. આ બધાની વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે આ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમણે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે બોલવાની અપીલ કરી હતી.

એક વીડિયો શેર કરી રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને લખ્યું કે ચાલો ઈંજીીટ્ઠોંછખ્તટ્ઠૈહજંહ્લેીઙ્મૐૈાી અભિયાનમાં જોડાઈએ. હકીકતમાં સોમવારે સવારે ૧૦ વાગ્યે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો વિરોધ કરી રહી છે.

આ સિવાય કોંગ્રેસના તમામ નેતાઓ, મુખ્ય પ્રધાનો અને અન્ય અધિકારીઓ આ મુદ્દે તેમના સોશ્યલ મીડિયા પર વીડિયો અપલોડ કરશે. અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ સૈનિકો અને ચીનના મુદ્દે આ કામ કર્યું હતું.

સોમવારે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરેલા વીડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સંકટ અને ચીન સાથે કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે સામાન્ય માણસને તેમની ખરાબ હાલતમાં છોડી દીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો પાસે રોજગાર નથી અને કેન્દ્ર સરકાર ૨૧ દિવસથી દરરોજ ભાવમાં વધારો કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે એક પત્ર લખ્યો હતો. સોનિયાએ અપીલ કરી હતી કે આ સમયે લોકોને નોકરી જઈ રહી છે, તેવા સંજોગોમાં સરકારે તાત્કાલિક વધેલા ભાવ પાછા લેવા જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here