પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં પોરબંદરમાં કોંગીએ કાઢેલ બળદગાડા રેલી

0
31
Share
Share

પોરબંદર, તા. ૨૯

કોરોનાને લીધે ૩ મહીનાથી લોકડાઉન છે ત્યારે સામાન્ય પ્રજાને મદદરુપ બનવાને બદલે પેટ્રોલીયમ પેદાશોનોઅસહ્ય ભાવવધારો કરીને ભાજપ સરકારે જનતાની કેડ ભાંગી નાખી છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે બળદગાડા રેલી કાઢી હતી જે નરસગં ટેકરી પાસે પહોંચતા ર૦ જેટલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પેટ્રોલ અને ડિઝલમાં કેન્દ્ર સરકાર દ્રારા નાખવામાં આવેલ વેટ અને ટેક્ષ તાત્કાલીક ઘટાડીને પેટ્રોલ અને ડિઝલ સસ્તુ કરી લાચાર પ્રજાને રાહત આપવા અમારી માંગ છે. તેવી રજુઆત કરી હતી. આ રેલી નરસગં ટેકરી પહોંચી ત્યારે કોંગ્રેસના ર૦ જેટલા કાર્યકરોની અટકાયત થઇ હતી. કોંગી અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, છાંયા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ ઓડેદરા, સંજયભાઇ કારીયા સહિત આગેવાનો, કાર્યકરો રેલીમાં જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here