પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કોંગ્રેસ દ્વારા ચોટીલા હાઇવે ચક્કાજામ કરાયો

0
15
Share
Share

ચોટીલા, તા. ૨૬

ચોટીલા શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુરા દેશ સહિત ગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલનાં અસહ્ય ભાવ વધારા વિરુદ્ધમાં ચોટીલા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી ચોટીલા નેશનલ હાઇવે પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ શહેર પ્રમુખ અજયભાઈ સામંડ, ચોટીલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણ,  સોમાભાઈ બાવળીયા સહિતનાં આગેવાનો અને કાર્યકરોએ પ્રાંત કચેરી સામે દેખાવો કરતા ચોટીલા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. આ બાબતે યો કોઈ યોગ્ય નિવારણ નહીં આવે તો કોંગ્રેસ આગેવાનો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here