પેટ્રોલ-ડિઝલ પરનો લાકડા જેવો ટેકસ ઘટાડો ને તમાકુ ઉત્પાદનો ઉપર વધારો

0
14
Share
Share

માજી સાંસદ માવાણી દંપતિએ કરેલ રજૂઆત

રાજકોટ, તા. ૨૩

ભારતમાં ૮૨ દિવસની ઘરબંધી પછી ગત તા. ૭-૬-૨૦૨૦થી શરૂ થયેલ પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો ૧૫ દિવસમાં આકાશને આંબી ગયો છે. ભારતની ૧૩૦ કરોડ આબાદી ૧૫ દિવસમાં ભાવ વધારાથી ત્રાસી ગયેલ છે. આવા સંજોગોમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવા અને તમાકુ ઉત્પાદનો ઉપર કોવિદ શેષ નાંખી સરકારની તીજોરી ભરી શકાય તેમ છે તેવી ભારપૂર્વક અપીલ કરતો એક પત્ર રાજકોટના માજી સાંસદ માવાણી દંપતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી સીતારમ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પાઠવી સત્વરે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here