પેટ્રોલિયમ પેદાશો સોનાના ઈંડા આપતી મુરગી છે એટલે જીએસટીથી દૂર રખાય છે…..?

0
27
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

કોરોના મહામારીએ વિશ્વભરના દેશોની આર્થિક સ્થિતિ ખરાબે  ચઢાવી દીધી છે અને પેટ્રોલિયમે પણ અનેકવાર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. કોરોના મહામારી સમયમાં પેટ્રોલ ડીઝલનો વપરાશ તળિયે પહોંચી ગયો હતો મતલબ વિશ્વસ્તરે પણ ડિમાન્ડ ઘટી જવા પામી હતી.  તે સમયમા પ્રતિ બેરલ માત્ર ૨૦ ડોલર ભાવ થઈ ગયો હતો. વિશ્વભરમા મહામારી સમયમાં તમામ પ્રકારનો વાહનવ્યવહાર,ટ્રાન્સપોર્ટ વ્યવહારો, વિમાનીસેવાઓ લગભગ સ્થગિત હતી એટલે પેટ્રોલિયમ વપરાશ ઘટી ગયો હતો. કોરોના વાયરસની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પણ થઈ છે. સૌથી વધુ પેટ્રોલિયમ પેદાશો આયાત કરતા ચીનમાં પણ કોરોનાને કારણે બ્રેક લાગી ગઈ હતી,  જે ઔદ્યોગિક એકમો પેટ્રોલિયમનો  ઉપયોગ કરતા હતા તે બંધ થઈ ગયા હતા જેથી પેટ્રોલિયમ વપરાશ ઘટી જવા પામ્યો હતો. પરંતુ ભારતના લોકોને પેટ્રોલિયમ કિંમતો ઘટવા છતાં કોઈ લાભ મળ્યો ન હતો….. કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું કર ભારણ. વિશ્વસ્તરે પેટ્રોલિયમ ભાવો ઘટતા રહ્યા તેમતેમ સરકાર એક્સાઈઝ ડ્યુટી વધારતી ગઈ… પરિણામ એ આવ્યું કે બજારમાં પેટ્રોલિયમની કિંમત તળિયે પહોંચી ગઇ હતી છતાં લોકો પેટ્રોલ-ડીઝલના ઊંચા ઊંચા ભાવ ચુકવી રહી હતી. તે સાથે ઘરેલું ગેસ (રાંધણ ગેસ)તૈમજ ધંધાર્થી ગેસની કિંમતો પણ વધારી દીધી.  ભારતમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની સમીક્ષા બંધ કરી દીધી. લોકડાઉન દૂર થતા પેટ્રોલિયમ ભાવ પુનઃ વધવા લાગતા દેશની ઓઇલ કંપનીઓએ પણ ભાવ વધારવાનું શરુ કરી દીધુ. પરિણામે વાહન  ધારકો પરેશાન થઈ ગયા, ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને પણ કિંમત વધારવા ફરજ પડી….. પરિણામે આમ પ્રજાને દરેક ચિઝ વસ્તુઓની વધુ કિંમત ચૂકવવી પડી રહી છે….. અને મોંઘવારી આસપાસ તરફ પહોંચી ગઈ છે…..

ચારેક વર્ષ પહેલા દેશમાં ભાજપ તથા ભાજપ સંકલિત ૨૨ રાજ્ય સરકાર હતી. તે સમયે કેન્દ્ર સરકાર પેટ્રોલિયમની રોજ રોજની કિંમત બાબતે સમીક્ષા કરવાની નીતિ શરૂ કરી દીધી અને એ સમયે સરકારે એવો કર્યો હતો કે પ્રજાના ભલા માટે આ નીતી  લાવવાનું નક્કી કર્યું છે.પેટ્રોલિયમની રોજ રોજ થતી વધઘટનો લાભ લોકોને મળશે. આવી નિતી  કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓની વચ્ચેની સમજૂતીથી નક્કી કરવામાં આવી હતી. પરંતુ બન્યું એવું કે આ નીતિ અમલમાં આવ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતો ગયો. અત્યારે વિશ્વ બજારમાં પેટ્રોલિયમ કિંમતો તળીયે છે છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલમા ભાવ ઘટાડો થયો નથી. એક સીધી વાત છે કે માંગ કરતાં સપ્લાય વધી જાય ત્યારે કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવોમાં ઘટાડો થાય…… પરંતુ ભારતમાં લોકોને તેનો લાભ જ નથી મળ્યો.ઉલટાનો  ભાવ વધારો થતો રહ્યો છે.  જીવન જરૂરી ચીજ વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે તેમા પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ થાય છે જેથી જીવન જરૂરી સહિતની તમામ ચીજવસ્તુઓના ભાવો વધ્યા છે. ટૂંકમાં આમ પ્રજા પર મોટું કર ભારણ આવી પડ્યું છે. જોકે જીએસટી અંતર્ગત પેટ્રોલ-ડીઝલ પેદાશો લાવવામાં આવે તો તેની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે. પરંતુ સોનાના ઈંડા આપતી પેટ્રોલિયમ પેદાશો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો જીએસટીમા લાવવા તૈયાર નથી…..! જેતે સમયે ભાજપ તથા ભાજપ સમર્થિત સરકારો ૨૨ રાજ્યોમાં હતી પરંતુ પેટ્રોલ-ડીઝલ જીએસટી  અંતર્ગત ન લાવી કે ના તેને લાવવાના પ્રયાસો પણ કર્યા….. જો પેટ્રોલ-ડિઝલ જીએસટી અંતર્ગત હોત તો દેશ ભરમાં એક સરખો ટેક્ષ હોત અને મોંઘવારી પણ બેફામ બની ન હોત… અને પેટ્રોલ-ડીઝલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતો વધી ન હોત…..!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here