પેટીએમનો કસ્ટમર કેર નંબર સર્ચ કરતાં ૬૩ હજાર ગાયબ

0
19
A sign for PayTM online payment method, operated by One97 Communications Ltd., is displayed at a street stall selling accessories in Bengaluru, India, on Saturday, Feb. 4, 2017. A relative laggard in digital transactions, India has more recently seen 50 percent year-on-year growth, according to a study by Google and Boston Consulting Group. The pace may accelerate with demonetization giving digital wallets like Paytm, MobiKwik and Freecharge an extra push. Photographer: Dhiraj Singh/Bloomberg
Share
Share

અમદાવાદ,તા.૧૨
બોપલ વિસ્તારમાં એકેડેમી ચલાવતા નાગરિકે પેટીએમના કસ્ટમર કેર નંબર શોધવા માટે ગૂગલ સર્ચ એન્જિનની મદદ લીધી અને થોડી જ વારમાં સામેથી પેટીએમના કસ્ટમર કેરના નામે ફોન આવ્યો. ફોન કરનાર ગઠિયાએ વ્યક્તિને વાતોમાં ભોળવીને ટેક્નિકલ પ્રોસિજરના નામે તેમના ખાતામાંથી તેમના જ હાથે ૬૩,૯૪૨ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. ઓનલાઈન ફ્રોડ થયો હોવાની જાણ થતાં ભોગ બનનાર વ્યક્તિ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આમ દૂર રાજ્યોમાં બેઠેલા ગઠિયાઓ પણ ગણતરીની મિનટોમાં હજારો કે લાખો રૂપિયા સેરવીને લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ખાતે રહેતા કમલેશભાઈ લીલા (૩૮) બોપલ ખાતે જીસીએસ નામની એકેડમી ધરાવે છે. બોપલમાં બેન્ક ઓફ બરોડામાં એકાઉન્ટ છે અને તેમના પેટીએમનું એકાઉન્ટ પણ તેની સાથે જોડાયેલું છે. ૧૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રાજકોટમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટરે તેમના એકાઉન્ટમાં ૫૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ કોઈ કારણોસર ક્રેડિટ ન થતાં ૧૦ દિવસ પછી તેમને ગૂગલ સર્ચ એન્જિનમાં તેમનો નંબર નાખીને પેટીએમ કસ્ટમર કેરનો નંબર મેળવવવા સર્ચ કરતા નંબર મળ્યો નહોતો. જોકે, થોડા સમય બાદ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ નોઈડા પેટીએમ વિભાગીય મુખ્ય ગ્રાહક મેનેજર તરીકે આપી હતી. મેનેજર તરીકે પોતાની ઓળખ આપનાર વ્યક્તિએ કમલેભાઈને એક મોબાઈલ નંબર આપીને પોતાના પેટીએમ એકાઉન્ટમાં રજિસ્ટર કરવા માટે જણાવ્યું હતું અને ત્યારબાદ મની ટ્રાન્સફર ઓપ્શનમાં લઈ જઈ એકાઉન્ટ કોડ અને ઓટીપી નખાવતા તેમના ખાતામાંથી ૧૯૯૮૫ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આ અંગે મેનેજરે કમલેશભાઈને જણાવ્યું કે, આ ટેન્કિકલ પ્રક્રિયા છે, પૂણ થયા બાદ તમામ રૂપિયા રિફંડ સાથે એકાઉન્ટમાં જમા થઈ જશે. તેમ કહીને કુલ ૬૩૯૪૨ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે, રૂપિયા રિફંડ ના થતાં કમલેશભાઈએ કેટલીય ફોન કરતા કોઈએ ઉપાડ્યો નહોતો. જેથી તેમણે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ઓનલાઈન ફ્રોડનું નેટવર્ક દિવસેને દિવસે વધી રહ્યું છે. ગૂગલ પર સર્ચ કરેલા નંબર પર છેતરપિંડીના અગાઉ પણ ઘણા કેસો સામે આવ્યા છે. જો, તમને પણ કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે અને ટેક્નિકલ પ્રક્રિયા માટે રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત કરે તો તેનાથી બચો. નહિંતર તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here