પેટા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, ૪૦૦ સભ્યો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

0
15
Share
Share

સુરેન્દ્રનગર,તા.૧૬

બે દિવસ પહેલા ડાંગ વિધાનસભા બેઠક પરથી ભાજપને ઝાટકો મળ્યો હતો. અહિં ભાજપના લગભગ ૪૦૦ જેટલા સભ્યો કોગ્રેસમાં જોડાઇ ગયા હતા. ત્યારે હવે સુરેન્દ્રનગરથી પણ ભારતીય જનતા પાર્ટીને વધુ એક ઝાટકો મળ્યો છે. અહિં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા ગયા છે. ૪૦થી વધુ હોદ્દેદારોએ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. સાયલા, લીંબડી, ચુડાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.

સાયલા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના કાર્યક્રમમાં ભાજપના અંદાજે ૪૦થી વધુ હોદેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. સાયલા, લીંબડી અને ચુડા તાલુકાના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો સહિતના અંદાજે ૪૦ જેટલા હોદેદારોએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના ઉમેદવારી ફોર્મ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસનો ખેસ પહેરીને વિધિવત રીતે જોડાયા હતા. હાર્દિક પટેલ, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, રધુભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહીતનાઓએ કોંગ્રેસનો ખેસ પહેરાવી આ કાર્યકરોનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, આગામી થોડા દિવસોમાં ગુજરાતની ૮ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાના થઇ રહી છે ત્યારે ભાજપ પાર્ટીના ગણા કાર્યકરો પાર્ટીના કામથી નાખુશ થઇ કોંગ્રેસ પાર્ટીની શરણ લઇ રહ્યા છે જે ભાજપ માટે એક ચિંતાનો વિષય પણ બની રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here