પૃથ્વીના અસ્તિત્વની સામે સંકટ

0
19
Share
Share

વિકાસ અને સુરક્ષાના નામ પર વિનાશને હવે આમંત્રણ…

વિજ્ઞાનની પ્રગતિના નકારાત્મક પક્ષથી સાબિતી મળી ચુકી છે કે આગામી ૧૦૦ અથવા તો હજાર વર્ષમાં પૃથ્વી પર વિનાશનુ તાંડવ થશે જ

ધરતી પર કયામતનુ કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આ વાત કોઇ અન્ય સામાન્ય લોકો નહી બલ્કે વિશ્વના  ટોચના વૈજ્ઞાનિક સ્ટીફન હોંકિગ  કરી રહ્યા છે. સ્ટીફન હોકિંગે હાલમાં જ ગ્લોબલ વોર્મિંગ, જેનેટિકલી એન્જિનિયર્ડ વાયરસ અને ન્યુક્લિયર વોરના કારણે પૃથ્વીના અસ્તિત્વ સામે સંકટ ઉભુ થઇ ગયુ છે તેમ કહ્યુ હતુ.  વિજ્ઞાનની હાલમા ંજે રીતે પ્રગતિ થઇ રહી છે તેના કારણે ખતરા વધી રહ્યા છે. વિજ્ઞાનની પ્રગતિના નકારાત્મક પક્ષ પર આજે અમે આંખો બંધ કરી ચુક્યા છીએ. યે ખતરાની ઘંટી સમાન છે. અમને સાવધાન થઇ જવાની  જરૂર છે. આવનાર પેઢીઓના ભવિષ્ય માટે હજુ ઘણા પગલા લેવાની જરૂર છે. વિકાસ અને સુરક્ષાના નામે અમે વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ. સુરક્ષાની ચિંતામાં અમે અમારા વિનાશના જ સામાન ભેગા કરી રહ્યા છીએ. જેથી એક વાત તો નક્કી છે કે આગામી ૧૦૦ અથવા તો એક હજાર વર્ષમાં પૃથ્વી પર વિનાશનુ તાંડવ થશે જ. હોલિવુડની ફિલ્મોમાં જ નહી અસલની લાઇફમાં પણ જેનેચિકલી એન્જિનિયર્ડ વાયરસના પ્રકોપને અમે જોઇ ચુક્યા છીએ. ઇબોલા વાયરસના કારણે અમે આફ્રિકામાં મોતના તાંડવને નિહાળી ચુક્યા છીએ. વર્ષ ૨૦૧૪-૧૫માં ઇબોલા વાયરસના ફેલાવાના કારણે ભારે મુશ્કેલી સર્જાઇ ગઇ હતી. ભારે જહેમત ઉઠાવ્યા બાદ તેને અંતે મહા બિમારી બની જવાથી રોકવામાં સફળતા મળી હતી. છતાં હજારો લોકોને જાન ગુમાવી  દેવાની ફરજ પડી હતી. જેનેટિકલી રીતે એન્જિનિયર્ડ વાયરસ આના કરતા પણ વધારે તબાહી મચાવી શકે છે. કેટલાક દેશો પોતાની સુરક્ષાના નામે એવા જૈવિક હથિયારો જમા કરી રહ્યા છે જેમાં આ પ્રકારના ઘાતક વાયરસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનો ઉપયોગ તબાહી સર્જી શકે છે. અમે  દરરોજ સામાન્ય રીતે કોઇને કોઇ નવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. કેટલાક ગેસ લીક થવાના બનાવો અમે જોઇ ચુક્યા છીએ. નવા નવા વાયરસ અંગે વાંચી પણ રહ્યા છીએ. હાલમાં સ્કીન કેન્સરની સારવાર માટે ટી-વેક થેરાપીની શોધ કરવામાં સફળતા મળી છે. તેના મુજબ શરીરની પ્રતિરોધક ક્ષમતાને જ વિકસિત કરીને કેન્સરની સામે લડી શકાય  છે. પરંતુ હોકિન્સ આ મામલે સાવધાન કરે છે. તેમના કહેવા મુજબ આમા ખુબ જોખમ છે. કારણ કે જીનને મોડીફાય કરવા ઓડે આવનાર સંજોગોને લઇને વધારે વૈજ્ઞાનિક શોધ થઇ નથી.  શંકા છે કે આવા વાયરસનો તોડ કોઇ એન્ટી બાયોટિકની પાસે જ ન હોય. સ્ટીફન હોકિન્સે વર્ષ ૨૦૦૭માં લિયોનાર્ડો ડિ કેપ્રિયોની દસ્તાવેજી ફિલ્મમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે અમે જાણતા નથી કે ગ્લોબલ વોર્મિંગની સ્થિતી ક્યારેય ખતમ થશે તેમને કહ્યુ છે કે જો સમય રહેતા કોઇ સુધારાના પગલા લેવામાં નહી આવે તો એ દિવસ દુર નથી જ્યારે ધરતી શુક્રની જેમ બની જશે. જ્યા તાપમાન ૨૫૦ ડિગ્રી થઇ જાય છે અને એસિડનો વરસાદ થાય છે. સંકેત બિલકુલ સ્પષ્ટ છે કે ઔદ્યોગિક ક્રાન્તિ બાદ ધરતીનુ સરેરાશ તાપમાન ૦.૮ ડિગ્રી સુધી વધી ગયુ છે. અમે વિકાસ માટે કોલસા અને પેટ્રોલિયમનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છીએ. આના કારણે કાર્બન ડાઇ ઓક્સાઇડ અને ગ્રીન પ્રભાવ અસર કરનાર કેટલીક ગેસો જન્મ લેશે. વિશ્વના જુદા જુદા ભાગોમાં ગ્લોબલ વોર્મિંગની અસર દેખાવવા લાગી ગઇ છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે માનવીય દરમિયાનગીરીના કારણે અનનીનોની અસર પણ જોવા મળી શકે છે. તેનો સીધો સંબંધ ગ્લોબલ વોર્મિંગથી છ

નવા ખતરાના સંકેત….

છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન જ તાપમાનમાં સૌથી વધારે વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૫માં સૌથી વધારે ગરમ વર્ષ રહેવાની સ્થિતી સર્જાઇ હતી

વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ના ગાળા દરમિયાન દરેક વર્ષે ૩૩૫ જળવાયુ સાથે સંબંધિત પરિવર્તનના રેકોર્ડ સર્જાઇ ગયા છે

યુએનના આંકડાના જણાવ્યા અનુસાર કુદરતી હોનારતના કારણે વર્ષ ૧૯૯૫થી હજુ સુધી છ લાખથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે

નવા નવા ખતરા વધી રહ્યા છે

હવામાન ચક્રમાં સતત ફેરફારના કારણે ખેતીના ઉત્પાદનને વધારે અસર થઇ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here