અમદાવાદ,તા.૨
અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ત્યારે આ કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે મનપાના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિનેશ શર્માએ આકરા પ્રહારો કર્યો હતા.
આ મામલે તેમણે જણાવ્યુ હતુ કે, તંત્રની અણઆવડતના કારણે કોરોનાના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. વીએસ, રૂક્ષ્મણી અને આયુર્વેદિક હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.