પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ‘ટ્રમ્પ પ્લાઝા’ ૩૪ માળની ઈમારતને ડાયનેમાઈટથી ધરાશયી કરાઈ

0
22
Share
Share

વૉશિંગ્ટન,તા.૧૯

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એટલાન્ટિક શહેરમાં આવેલી ૩૪ માળની ઈમારતને ડાયનેમાઈટની મદદથી ધરાશયી કરી દેવામાં આવી છે. ટ્રમ્પ પ્લાઝા નામની ઈમારત કેસિનો માટે જાણીતી હતી.તેને ઉડાવવા માટે ૩૦૦૦ ડાયનેમાઈટનો ઉપયોગ કરાયો હતો.

આ ઈમારત ધરાશયી થતી જોઈ શકાય તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રમ્પ પ્લાઝા ૧૯૮૪માં ખોલવામાં આવ્યો હતો અને ૨૦૧૪માં તેને તાળા મારી દેવાયા હતા.સંખ્યાબંધ વાવાઝોડાના કારણે ઈમારતનો બહારનો હિસ્સો જર્જરિત થઈ ચુક્યો હતો.જેના પગલે ગયા વર્ષે શહેરના મેયરે બિલ્ડિંગને પાડી દેવા માટે આદેશ આપ્યો હતો.એ પછી ગઈકાલે આ ઈમારતને ધ્વસ્ત કરી દેવાઈ હતી અને તે જોવા માટે સેંકડો લોકો ઉમટ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here