પૂર્વ રાષ્ટ્રપતિના માનમાં ૭ દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક

0
29
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુઃખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કર્યો છે.

ભારત સરકારની આ શોક જાહેર કરવાની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે.તદઅનુસાર, રાજ્યમાં જે સરકારી ભવનો-ઇમારતો પર નિયમીતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે આ રાષ્ટ્રવ્યાપી શોકના સમયગાળા તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સુધી અડધી કાઠીએ ફરકાવવાના રહેશે.

એટલું જ નહિ, આ દિવસો દરમ્યાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here