પૂર્વ મંત્રી ઉંધાડ ના પ્રયત્ન થી દેવળીયા ના યુવાન ના વિદેશ અભ્યાસ નુ સ્વપન પૂર્ણ થશે

0
20
Share
Share

બિન અનામત આયોગ માંથી ઉચ્ચ અભ્યાસ માટેની લોન મંજુર કરાવતા ઉંધાડ

વડિયા,તા.૧૨

અમરેલી જિલ્લા ના ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકો મોટાભાગે ખેતી ના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. સરકાર ના વિવિધ વિભાગો માંથી મળતી મદદ ની જાણકારી ખુબ ઓછા લોકો ધરાવે છે. તો ક્યારેક પૂરતા ડોક્યુમેન્ટ ના કઢાવી શકવાથી ગામડા ના યુવાનો ના સ્વપન રોળાતા હોય છે. અમરેલી ના દેવળીયા ગામના ચક્રાણી ધ્રુવિન વિપુલભાઈ નામના યુવાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ સેવેલા સ્વપન સાકાર કરવા માટે ઉચ્ચ અભ્યાસ ણી લોન ણી જરુરિયાત હતી. આ બાબતે તેને બિનઅનામત આયોગ ને અરજી પણ કરેલી હતી પરંતુ તેના માટે ના જરુરી ડોક્યુમેન્ટ પુરવાર કરવા ખુબ મુશ્કેલ હતા. આ બાબત ની રજુવાત તેમને પૂર્વ મંત્રી અને લોકનેતા બાવકુ ઉંધાડ ને કરતા તેમને યુવાન ની જીજ્ઞાશા જોઈ ને ગામડા ના સામાન્ય પરિવાર ના એક યુવાન ના સ્વપન પુરા થાય તે માટે અંગત રસ લઇ ખૂટતા ડોક્યુમેન્ટ પુરા કરાવી બિન અનામત આયોગ માંથી વિદેશ અભ્યાસ માટેની લોન મંજુર કરાવતા અને તેમના ખાતા માં લોન ની રકમ જમા થતા આ અમરેલી ના દેવળીયા ગામના યુવાન ના સ્વપન પૂર્ણ થતા તે પૂર્વ મંત્રી ઉંધાડ નો આભાર માન્યો હતો અને તેમના કારણે પોતે વિદેશ અભ્યાસ માટેના સ્વપન પૂર્ણ કરી શકશે તેવું જણાવ્યું હતુ. જો દરેક નેતા પોતાના મત વિસ્તાર ના લોકો પ્રત્યે આવી સજાકતા રાખી સામાન્ય લોકો ની મદદ કરે તો ચોક્કસ તેને ચૂંટણી સમયે લોકો સામે થી તેમની તરફેણ માં મતદાન કરે. આવી બાબતો માંથી અન્ય નેતાઓને પણ શીખ લેવા જેવી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here