પૂર્વ મંત્રી ઉંધાડની રજુઆત ફળી શિયાળબેટને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ ફાળવાશે

0
22
Share
Share

સરપંચ હમીરભાઇ શિયાળ દ્વારા પૂર્વ મંત્રીને રજુઆત કરાતા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરાઈ

વડિયા તા.૮

અમરેલી જિલ્લા નું છેવાડા નું ગામડું શિયાળબેટ જે સમુદ્ર ની વચ્ચે આવેલો બેટ વિસ્તારમાં ૮૦૦૦જેટલી વસ્તી વસવાટ કરે છે. મોટાભાગ ના લોકો માછીમારી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ગામમાં આરોગ્ય બાબતે મોટી સમસ્યા છે અને લોકો ને  ખુબ મુશ્કેલી પડે છે. આ બાબતની રજુવાત  પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ને શિયાળ બેટ ના સરપંચ હમીરભાઇ શિયાળ દ્વવારા કરવામાં આવતા અમરેલી જિલ્લા ના લોકનેતા તરીકે ની છાપ ધરાવતા બાવકુ ઉંધાડ દ્વવારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ને  તારીખ ૧૫/૧૨/૨૦૧૯ ના રોજ પત્ર લખી રજુવાત કરતા સરકાર દ્વવારાશિયાળબેટ જેવા અંતરિયાળ ગામને માંદગી અને અકસ્માત જેવા સમયે આરોગ્ય ની સારવાર તાત્કાલિક મળી રહે તેવા ઉમદા હેતુ થી પૂર્વ મંત્રી શ્રી દ્વારા સ્થાનિક સરપંચની લાગણી રજુ કરાતા શિયાળબેટ ના લોકો માટે ખાસ ૧૦૮ની સેવા અલગથી ફાળવવા નો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ મંત્રી ઉંધાડ સમગ્ર અમરેલી જિલ્લા માં પ્રવાસ કરી લોકો ની સમસ્યાઓ સાંભળી તેને નિવારતા હોવાથી સમગ્ર જિલ્લા ના લોકનેતા તરીકે ની છાપ જોવા મળી રહી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here