જુનાગઢ: પૂર્વ નગરસેવક અને ભાજપના પાયાના કાર્યકરે મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર

0
12
Share
Share

‘કોના બાપની દિવાળી’ની માફક જૂનાગઢ મહાપાલિકામાં ચાલતો વહીવટઃ ઉદાણી

જુનાગઢ, તા. ૨૯

જૂનાગઢ મનપામાં છેલ્લા ઘણા વર્ષોથી ‘કોના બાપની દિવાળી’  સમજી સતાધારી કોઈપણ પક્ષ પણ હોય, તેમણે પોતાનું કરી લેવામાં જ રસ દાખવ્યો છે, સેવાના નામે મેવા જેમ આજની તારીખે મેવા મેળવનારા અનેક કોર્પોરેટરો જૂનાગઢ મનપામાં પોતાનું કોર્પોરેટર તરીકે પદ શોભાવી રહ્યા છે. જુનાગઢ ભાજપના પાયાના કાર્યકર અને પૂર્વ નગરસેવક અનિલ ઉદાણી જૈનએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને એક પત્ર પાઠવી, જૂનાગઢના મનપાના અધિકારીઓ  મુખ્યમંત્રીના પરિપત્રની અવગણના કરી પોતાની ગાડીઓ તથા ચેમ્બરમાં એસી ચાલુ રાખી અને પોતાના ખાનગી કામો માટે પણ ગાડીઓનો ઉપયોગ કરતા હોવાનો સણસણતો આક્ષેપ કરતા ફરી એક વખત મનપાના અધિકારીઓ સામે આંગળી ચિંધાઈ છે અને આ બાબતો મનપામાં ચર્ચાનો વિષય બની છે.

આ બાબતમાં અનિલ ઉદાણીએ વધુમાં જણાવ્યા મુજબ મુખ્યમત્રીના પરિપત્ર મુજબ મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની અને સરકારી કચેરીઓમાં વાહન ભાડા અનેે વીજ બિલનો ખર્ચ ઓછો કરવાની સૂચના આપેલ છે, તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ આ હુકમનુ ખુલું ઉલ્લંઘન એટલે કે ફીયાસ્કો કરે છે. જૂનાગઢ મનપાની ઓફિસમાં અધિકારીઓની ચેમ્બરોમાં સવારે સાડા દસ થી સાંજેના સાડા છ વાગ્યા સુધી એસી, પંખાઓ, લાઈટો તમામ ઓફિસ માં ચાલુ રહે છે અને કોઈ પણ પ્રકારનુ કમિશનર કે જવાબદાાર અધિકારી દ્વારા પ્રમાણિક ચેકીંગ થતું નથી. અમુક કર્મચારીઓ તો બપોરના રિસેશના સમયમાં જમવાનું અને આરામ પોતાની ચેમ્બરમાં જ કરે છે અને પંખા એસી અને લાઈટો ચાલુ રાખે છે.

પત્રના અંતમાં ભાજપ પક્ષના હિતમાં યોગ્ય કાર્યવાહી થાય, તે માટે યોગ્ય કરવા અનિલ પી. ઉદાણી એ પક્ષના સક્રિય સભ્ય તરીકે માનસર અરજ કરી હોવાનું જણાવ્યું છે. તથા આ પત્રની નકલ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયા, જૂનાગઢના ભાજપના પ્રભારી ગોરધનભાઈ જડપિયા સહિતના ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓને પાઠવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here